બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / BAFTA Film Awards 2024 Oppenheimer wins most awards, Deepika look becomes the talk of the town

મનોરંજન / BAFTA Film Awards 2024: 'Openheimer'એ જીત્યા સૌથી વધુ એવોર્ડ, દીપિકાનો લુક બન્યો ચર્ચાની વિષય

Megha

Last Updated: 10:05 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BAFTA એવોર્ડ્સમાં ફિલ્મ Openheimer એ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. સાથે જ આ એવોર્ડ ફંક્શન ભારત માટે ખાસ હતો કારણ કે દીપિકા પાદુકોણ એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી.

  • BAFTA એવોર્ડ્સ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયા હતા.
  • આ વખતે BAFTA એવોર્ડ્સ ભારત માટે પણ ખાસ હતો. 
  • દીપિકા પાદુકોણ વિજેતાઓને એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી.

વિશ્વના 4 સૌથી મોટા એવોર્ડ્સમાંથી એક એવા BAFTA એવોર્ડ્સ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયા હતા. ગોલ્ડન ગ્લોબ્સની જેમ દુનિયાભરના સિનેમાપ્રેમીઓ પણ ઓસ્કાર પહેલા યોજાયેલા આ એવોર્ડ સમારોહની રાહ જુએ છે અને આ વખતે બાફ્ટા ભારત માટે પણ ખાસ હતો, કારણ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ વિજેતાઓને એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી. 

જણાવી દઈએ કે આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ 'ઓપેનહાઇમર' ઘણી લોકપ્રિય રહી હતી. ગોલ્ડન ગ્લોબ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ પછી,'ઓપનહેઇમર' એ બાફ્ટામાં સૌથી વધુ 7 એવોર્ડ જીત્યા છે. રોબર્ટ ડાઉનીને આ ફિલ્મ માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો ખિતાબ મળ્યો છે. સિલિયન મર્ફીએ બેસ્ટ એક્ટર જીત્યો જ્યારે ક્રિસ્ટોફર નોલાને બેસ્ટ ડિરેક્ટર માટે તેમની કારકિર્દીનો પ્રથમ બાફ્ટા એવોર્ડ જીત્યો. 'ઓપનહેઇમર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય ફિલ્મે બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્કોરનો ખિતાબ પણ જીત્યો છે.

બાફ્ટા એવોર્ડ્સ 2024માં દીપિકા પાદુકોણ લોકો વચ્ચે ચર્ચાનું કારણ બની હતી. આ એવોર્ડમાં તેને ચમકદાર સાડી પહેરીને તેની સુંદરતા વડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ દુઆ લિપા અને ડેવિડ બેકહામ જેવી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું. એક્ટ્રેસના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. દીપિકાએ સંપૂર્ણ મેક-અપ સાથે ભારતીય અવતાર પહેરીને દેશને ગૌરવ અપાવ્યું. 

બાફ્ટા એવોર્ડ્સ 2024માં કોને મળ્યા એવોર્ડ, જુઓ લિસ્ટ 

વધુ વાંચો: મેં તો હિન્દી ફિલ્મો જોવાનું જ બંધ કરી દીધું છે: બોલિવૂડ પર કેમ ભડક્યાં નસીરુદ્દીન શાહ?

બેસ્ટ લીડ એક્ટ્રેસ - એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ) 
બેસ્ટ લીડિંગ એક્ટર - સીલિયન મર્ફી (ઓપનહેઇમર)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - ડા વાઈન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડવર્સ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહેઇમર)
બેસ્ટ ડિરેક્ટર - ક્રિસ્ટોફર નોલાન (ઓપેનહાઇમર) 
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે - એનાટોમી ઓફ અ ફોલ
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - પુઅર થિંગ્સ
બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ - પુઅર થિંગ્સ
બેસ્ટ એડિટિંગ - ઓપનહેઇમર
બેસ્ટ સિનેમેટોગ્રાફી - ઓપનહેઇમર
ઓરિજિનલ સ્કોર - ઓપનહેઇમર

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ