બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Baba Dhirendra Krishna Shastri is coming to Rajkot.

તડામાર તૈયારી / રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે, રેસકોર્સ મેદાનમાં લાખોની મેદની ઉમટે તેવી શક્યતા

Malay

Last Updated: 10:19 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.

 

  • બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવશે રાજકોટ
  • 1 અને 2 જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર
  • રેસકોર્સ મેદાનમાં બે દિવસીય દિવ્ય દરબાર
  • બાબાના દિવ્ય દરબારને લઈ બની લોકલ કમિટી 

બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર લાગવાનો છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. આગામી 1લી અને 2જી જૂને શહેરના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર ભરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને લોકલ કમિટી પણ બની છે.  

હિન્દુઓને ટારગેટ કરવાનું કામ... ' રામચરિતમાનસ વિવાદ પર બાબા બાગેશ્વરે  આપ્યું મોટું નિવેદન I Bageshwar dham baba said on ramcharitmanas controversy

રાજકોટ આવી રહ્યા છે બાબા બાગેશ્વર 
આ અંગે માહિતી આપતા આયોજન સમિતિના સદસ્ય યોગીનભાઈ છનિયારાએ જણાવ્યું છે કે, રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે.

મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી ધારણા
તેઓએ જણાવ્યું છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. જ્યાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે ત્યા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. રાજકોટમાં પણ સનાતન હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. 

બાગેશ્વર બાબા વિશે તો તદ્દન નવું જાણવા મળ્યું, દિગ્ગજ નેતાનું મોટું એલાન થઈ  ગયું વાયરલ, ભક્તોમાં ખુશી I bageshwar dham pandit dhirendra shastri is one  of hanuman ji 8 ...

બાગેશ્વરધામ સેવા સમિતિ દ્વારા કરાઈ રહી છે તડામાર તૈયારી
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે લોકલ કમિટીની પણ રપના કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ