બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Ayushmann Khurrana Birthday Special bollywood career love life and struggle

બર્થ ડે સ્પેશ્યલ / રિયલ લાઈફમાં સ્પર્મ ડોનેટ કરી ચૂક્યો છે આયુષ્માન ખુરાના: 2004માં રોડીઝમાં બન્યો હતો વિનર... આ વાતો નહીં જાણતા હોવ

Arohi

Last Updated: 12:20 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayushmann Khurrana Birthday Special: અભિનેતા આયુષ્માન ખુરાના આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 1984એ આયુષ્માન ખુરાનાનો જન્મ ચંડીગઢમાં થયો હતો. બર્થડે પર જાણો આયુષ્માન વિશે અમુક રસપ્રદ વાતો...

  • આજે છે આયુષ્માન ખુરાનાનો બર્થ ડે
  • જાણો આયુષ્માન ખુરાનાની રસપ્રદ વાતો 
  • 1984માં ચંડીગઢમાં થયો હતો જન્મ 

આયુષ્માન ખુરાનાનું નામ બોલિવુડના એ સિલેક્ટેડ સ્ટાર્સમાં શામેલ છે જેમની ફિલ્મો મોટાભાગે લીગથી હટકે હોય છે. આયુષ્માને પોતાની ફિલ્મોથી દર્શકોને એન્ટરટેઈન કરવાની સાથે જ સોશિયલ મેસેજ પણ આપવાનું કામ કર્યું છે. 14 સપ્ટેમ્બર 1984એ આયુષ્માન ખુરાનાનો જન્મ ચંડીગઢમાં થયો હતો. આયુષ્માન આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ ખાસ અવસર પર જાણો તેના વિશે અમુક રસપ્રદ વાતો...

હકીકતે કર્યું છે સ્પર્મ ડોનેટ 
આયુષ્માને પંજાબમાં જ અભ્યાસ કર્યો છે અને તેણે પાંચ વર્ષ થિએટર પણ કર્યું છે. જર્નલિઝમમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ આયુષ્માને રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે. આરજે આયુષ્માનને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આયુષ્માને એમટીવીની સાથે અમુક પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું. આયુષ્માન ખુરાનાએ તેના બાદ હોસ્ટ તરીકે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ કામ કર્યું છે. 

આયુષ્માનને સંગીત સાથે હંમેશા પ્રેમ રહ્યો છે અને એક્ટિંગની સાથે તેણે સિંગિંગ ક્યારેય ન છોડ્યું. ડેબ્યૂ ફિલ્મ વિકી ડોનરમાં આયુષ્માને ગીત પણ ગાયું હતું. જે સુપરહિટ રહ્યું હતું. ઘણા ઓછા લોકો જાણે છે કે આયુષ્માનને હકીકતમાં સ્પર્મ ડોનેટ કર્યું હતું. હકીકતે વર્ષ 2004માં આયુષ્માને રોડિઝનું ઓડિશન આપ્યું હતું જ્યાં તેમને ઓડિશનમાં સ્પર્મ ડોનેટ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. એવામાં આયુષ્માને ટાસ્ક પુરો કરવાની સાથે જ શો પણ જીત્યો હતો. 

નિશાંત હતુ આયુષ્માનનું અસલી નામ
આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાના એક એસ્ટ્રોલોજર હતા. આયુષ્માન ખુરાનાનું અસલી નામ નિશાંત ખુરાના છે. જોકે 3 વર્ષની ઉંમરમાં તેમના માતા-પિતાએ તેમનું નામ બદલી નાખ્યું હતું. 

ત્યાં જ ન્યૂમરોલોજીના કારણે આયુષ્માનના નામમાં અક્ષર પણ એક્સ્ટ્રા છે. જે તેમણે બાદમાં જોડ્યા હતા. રિપોર્ટ અનુસાર આયુષ્માન ખુરાનાના ઘરમાં એક પનિશમેન્ટ રૂમ પણ હતો. કોઈ ભુલ કરવા પર ત્યાં માર પડતો હતો. 

આયુષ્માનના છે બે બાળકો 
ત્યાં જ વાત આયુષ્માનની લવ લાઈફની કરીએ તો તે પણ એકદમ ફિલ્મી છે. આયુષ્માને પોતાના બાળપળના પ્રેમને પોતાની લાઈફપાર્ટનર પસંદ કરી છે. આયુષ્માનની પત્નીનું નામ તાહિરા કશ્યપ છે. અને 12 વર્ષ સુધી બન્નેએ ડેટ કર્યા બાદ વર્ષ 2008માં લગ્ન કરી લીધા. તાહિરા અને આયુષ્માનના બે ક્યૂટ બાળકો પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ