બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Ayodhya Ram Mandir South actor gave 30 crores Bollywood Celebs in ayodhya

અયોધ્યા રામ મંદિર / રામમય થયા ફિલ્મી સિતારા: સાઉથના એક્ટરે આપ્યા 30 લાખ, રજનીકાંત અને કંગના અયોધ્યામાં

Megha

Last Updated: 09:04 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુપમ ખેર, રજનીકાંત, કંગના સહિત ઘણા કલાકારો અયોધ્યા આવી ગયા છે તો અમિતાભ બચ્ચન, કેટરિના-વિકી, આલિયા-રણબીર અને રોહિત શેટ્ટી પણ અયોધ્યા જવા રવાના.

  • અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થોડા જ કલાકોમાં શરૂ થશે. 
  • બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. 
  • કેટરિના-વિકી, આલિયા-રણબીર અને રોહિત શેટ્ટી પણ અયોધ્યા જવા રવાના. 

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થોડા જ કલાકોમાં શરૂ થશે અને આ ક્ષણની અકહો દેશ રાહ જોઈ રહ્યો છે. ભગવાન રામલલાની સ્થાપના થશે એટલે કે 500 વર્ષની આતુરતાનો આજે અંત આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો હિસ્સો બનવા માટે અનુપમ ખેર, રજનીકાંત, કંગના રનૌત સહિત ઘણા કલાકારો અયોધ્યા આવી ગયા છે. 

બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ સિવાય કેટરિના કૈફ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રોહિત શેટ્ટી પણ અયોધ્યા જવા રવાના થઈ ગયા છે.

એક રિપોર્ટ અનુસાર, સાઉથ એક્ટર પવન કલ્યાણે રામ મંદિરના નિર્માણ માટે 30 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. સાથે જ તેમના અંગત સ્ટાફના સભ્યોમાં હાજર તમામ ધર્મના લોકોએ મળીને 11 હજાર રૂપિયાનું દાન કર્યું હતું.

કેટરીના કૈફે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે પીળા રંગની સ્લીક સાડી પહેરી હતી જ્યારે વિકી કૌશલ પણ સ્લીકના કુર્તા-પાયજામો પહેર્યો છે. રણબીર કપૂર ધોતી અને કુર્તા પહેરેલો જોવા મળ્યો અને શાલ ઓઢી હતી જ્યારે આલિયા ભટ્ટે સ્લીકની બ્લુ કલરની સાડી પહેરી છે. 

અભિનેત્રી માધુરી દીક્ષિત પણ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા પતિ શ્રીરામ નેને સાથે અયોધ્યા જવા રવાના થઈ છે. તો આ તરફ અભિનેતા ચિરંજીવી હૈદરાબાદથી અયોધ્યા જવા રવાના થયા છે.

વધુ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં PM મોદી સાથે આ 4 દિગ્ગજોને જ એન્ટ્રી, જુઓ કોણ-કોણ રહેશે ઉપસ્થિત?

કંગના રનૌત ગઇકાલે જ અયોધ્યા પહોંચી ગઈ હતી અને તેણીએ સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. તો બીજી તરફ અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે તેઓ અયોધ્યામાં સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા હતા.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ