બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Awkward happened for the first time in BJP.! A disciplined and civilized party withdrew within 2 hours of announcing the names, some were cast by size?

સાહેબ વાત મળી છે / ભાજપમાં પહેલી વખત અજુકતું બન્યું.! શિસ્ત અને સભ્યતાવાળી પાર્ટીએ નામ જાહેર કર્યાના 2 કલાકમાં પાછા ખેંચ્યા, કેટલાક કદ પ્રમાણે વેતરાયા?

Vishal Khamar

Last Updated: 04:24 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી કાર્યાલય બહાર બે ક્ષત્રિય આગેવાનો સામ સામે આવ્યા પરંતું એકબીજાની સામે પણ ન જોયું. તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ આકરા પાણીએ થઈને સંભળાવી દીધું કે આ એક વોર્ડની ચૂંટણી નથી. રાજકોટ ભાજપની ચૂંટણી છે. તો સુરત ડિસ્ટ્રીક્ટ બેંકનાં પૂર્વ ચેરમેન વિરૂદ્ધ મજબૂત પુરાવા ઉભા થતા તેઓને પણ વેંતરી નાંખવામાં આવ્યા છે.

મંત્રીએ બદલી ની અરજી લઈને આવેલા અધિકારી ને જાહેર મા ધધડાવી નાંખ્યા 
મંગળવારે સામાન્ય જનતા મંત્રીઓ સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આવતા હોય છે. જેમા મંત્રીઓ તેમની રજૂઆત અનુસાર જરૂરી માર્ગદર્શન આપતા હોય છે. આવા જ સમયમાં એક અધિકારી બદલી માટે મંત્રી સમક્ષ અરજી લઈને આવ્યા હતા. પરંતુ અધિકારીની અરજીને જોઈ મંત્રીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. મંત્રીએ અધિકારીને તતડાવી દેતા કહ્યું હતું ચાલુ દિવસમા રજા મુકીને આવ્યા છો? અચાનક ગુસ્સામાં આવી ગયેલા મંત્રીને જોઈ ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. મંત્રીએ અધિકારીને આગળ વધતા કહ્યું તમારા કારણે જવાબ આપવા ભારે પડી જાય છે અને કેટલાક અધિકારીઓને બદલીમા જ રસ છે.  જાહેરમા સ્વર્ણિમ સંકુલ એકમાં કેબિનેટ કક્ષાના મંત્રીની ચેમ્બરમાં બનેલી આ ઘટનાના અનેક લોકો સાક્ષી બન્યા હતા. જે ચર્ચાનો વિષય પણ બન્યો હતો.

બે ક્ષત્રીય આગેવાનો એક સરકારમાં અને બીજા સંગઠનમાં છતાં મુખ્યમંત્રી કાર્યાલય બહાર એક બીજા સામે નજર સુદ્ધા ન મળી
સરકાર અને સંગઠનમા કેટલાક આગેવાનો અને ધારાસભ્યોમા સંકલનનો અભાવ અને અહમનો ટકરાવ અનેકવાર ચર્ચાનો વિષય રહ્યો છે. તાજેતરમા જ એક ઘટના મુખ્યમંત્રી કાર્યાલય બહાર બની હતી. જ્યાં સંગઠનમાં મોટા ગજાના ક્ષત્રીય આગેવાન પહોંચ્યા હતા. ત્યારે સરકારમાં રહેલા એક મહિલા ક્ષત્રીય આગેવાન પણ તેમની સામે આવ્યા હતા. પરંતુ બન્ને શિષ્ટાચાર રૂપે કેમ છો સારૂ છે તો દૂર ની વાત પરંતુ એક બીજાએ સામે જોયું પણ ન હતું. ભૂતકાળમાં પણ સંગઠન અને સરકારના સંકલન બાબતે અને સવાલો સામે આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી આ ઘટનામાં સાક્ષી રહેલા લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે.

ભાજપમાં થાય નહિ આવું...બીજી વાર આવું થતા પાર્ટી પર ઉઠતા સવાલો........ શિસ્તતા અને સભ્યતાને વરેલી ભારતીય જનતા પાર્ટીમાં હમણાં હમણાં બે વખત હોદ્દા આપી નામ જાહેર કરી યાદીઓ શુદ્ધઆ બહાર પાડી અને થોડી જ કલાકોમાં યાદી પાછી ખેંચી અને જેને જેને હોદ્દા મળ્યા હોય તેને કહી દેવામાં આવ્યું છે કે હવે કંઈ નહીં. આવું થતા પાર્ટીમાં કાર્યકરોમાં ભારે ગણગણા શરૂ થઈ ગયો છે કે ભાજપમાં આવું કોઈ દિવસ થાય નહીં પણ હમણાં હમણાં આવું શું કામ થાય છે તે મોટો સવાલ છે. થયું એવું કે રાજકોટ શહેર ભાજપ દ્વારા ૪ મોરચાના પ્રભારીની જાહેર કરાતા તેને કલાકોમાં જ મોકૂફ રાખી દેવાની ફરજ પડી હતી. મોરચાના પ્રમુખો જાહેર થતા જ તાકિદથી તેને અટકાવી દેવા પ્રદેશની સૂચના આવતા શહેર ભાજપે ફેરવી તોળવું પડયું હતું. સિટી ભાજપ દ્વારા ૪ મોરચા જાહેર કરાયા હતા હવે એકી સાથે ૬ મોરચા જાહેર કરવામાં આવશે. મોરચાના પ્રમુખ અને મહામંત્રી નક્કી થઈ ગયા બાદ જાહેરાત થઈ હતી. જેને અટકાવી દેતા આંતરિક રોષ જોવા મળ્યો હતો એ પહેલાં પણ જિલ્લામાં હોદ્દા માટે નામ જાહેર કરી અને પરત યાદી લઈ લેવામાં આવી હતી. હવે સવાલ એ છે કે નીચેના જ લોકો પાર્ટી ચલાવવા લાગ્યા છે કે પછી ઉપરના લોકોને વિશ્વાસમાં નથી લેતા કે પછી ઉપરથી જ કોઈ સૂચના આવે તે પહેલા જ નીચેથી ઉતાવળ કરી દેવામાં આવે છે.

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની નવા ચેરમેન વાઇસ ચેરમેનની વરણી થઈ છે. એમાં કેટલાકને લોટરી લાગી છે અને કેટલાક કદ પ્રમાણે વેતરાઈ ગયા છે. કદ પ્રમાણે વેતરાઈ જવામાં પહેલો નંબર વર્તમાન એટલે કે ચેરમેન નરેશ પટેલનો છે નરેશ પટેલ લગભગ સાડા સાત વર્ષ સુધી સતત સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન રહ્યા હતા. પરંતુ આ વખતે મામલો પ્રદેશ ભાજપ હાઈ કમાન્ડ એટલે કે સી.આર.પાટીલની કોર્ટમાં પહોંચતા પરિણામ ઉલટ સુલટ થઈ ગયું હતું.  પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના છે અને પ્રદેશ અધ્યક્ષ બન્યા પહેલા સુરત જિલ્લાના પ્રભારી પણ હતા. એટલે સુરત ડિસ્ટ્રીક બેંકના ચેરમેન નરેશ પટેલના તમામ કારોબાર વહીવટથી તેઓ સુપેરે પરિચિત હતા. આ વખતે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનની વરણીનો મુદ્દો આવ્યો. ત્યારે એક લીટીમાં સ્પષ્ટતા થઈ ગઈ હતી કે નરેશ પટેલ રીપીટ ચેરમેન નહીં હોય સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કના નવા મકાનો બનાવવાનું જૂના મકાનોના રીનોવેશનનું કામ હોય કે પછી ભરતી સમયે જે કાદવ ઉછળ્યો હતો. એ તમામ મુદ્દાઓના કોઈ જવાબ નરેશ પટેલ પાસે હતા નહીં અને છે પણ નહીં. આ મુદ્દો સી.આર. પાટીલ પાસે ખૂબ વ્યવસ્થિત અને સજ્જડ પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જેને કારણે નરેશ પટેલને કદ પ્રમાણે વેંતરી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા આજે પણ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના નવા ચેરમેનની વરણી થઈ તે સમયે ચાલતી હતી.

બીજી તરફ કામરેજના બળવંત પટેલને લોટરી લાગી છે. એનું કારણ પણ એ દર્શાવવામાં આવી રહ્યું છે કે તત્કાલીન સુરત જિલ્લા ભાજપ પ્રમુખ અને વર્તમાન 84 બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈ સાથેની મિત્રતા અને સહકારી ક્ષેત્રમાં બંનેની દોસ્તી આજે કામ આવી છે. એકદમ લો પ્રોફાઈલ રહેતા બળવંત પટેલને લોટરી લાગી છે અને સંદીપ દેસાઈએ મિત્રતા નિભાવી છે કે આશીર્વાદ આપ્યા છે એ સમય અનુસાર જ ખબર પડશે બીજી તરફ સંદીપ દેસાઈ અપેક્ષિત રીતે જ આ વખતે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ  બેંકના વાઇસ ચેરમેન નહીં હોય એ નક્કી હતું અને અપેક્ષા મુજબ જ તેમના સ્થાને સંદીપ પટેલ કે જેઓ નિજરતી ડિરેક્ટર તરીકે ચુંટાયા છે. તેમની વરણી થઈ છે તેમને પણ લોટરી લાગી છે. એમ કહેવું વધારે પડતું નહીં ગણાય 11,500 કરોડનો સુરત ડિસ્ટ્રિક્ટ બેંકનો વહીવટ બે તદ્દન નવા નિશાળિયાને સોંપવામાં આવ્યો છે. પરંતુ રીમોટ કંટ્રોલ ચોક્કસપણે ભાજપના ધારાસભ્ય અને બેંકના પૂર્વ વાઇસ ચેરમેન સંદીપ દેસાઈ પાસે જ રહેશે એ કહેવું અસ્થાને નહીં ગણાય.

કોર્પોરેટરની પ્રચારમાં હાજરી જોઈશે... રાજકોટ શહેર ભાજપ પ્રમુખ આકરા થયા
રાજકોટ માં એક વોર્ડ નંબર 15ની બે બેઠકો માટૅ પેટાચૂંટણી જાહેર થઇ છે ભાજપ માટૅ કોંગ્રેસ પાસે થી આ બેઠક આંચકી લેવાની પરીક્ષા છે ભાજપના નવા લીડર મુકેશ દોશી પ્રમુખપદ સંભાળ્યા પછી આ પહેલી ચૂંટણી છે જેનો પ્રચાર સહીત એક્શન પ્લાન ધડયો છે જોકે પ્રચાર ના શ્રી ગણેશ માં ભાજપ ના જ કોર્પોરેટર ની સુસ્તી દેખાઈ અને વાત પહોંચી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પાસે કે આપણે શેરી ગલીઓ માં અને કેટલાક કોર્પોરેટર આરામ.. બસ દોશી થયા આકરા કહી દીધું એક વોર્ડ ની ચૂંટણી નથી રાજકોટ ભાજપની ચૂંટણી છે. સમજી દરેક કોર્પોરેટર શિડ્યુલ મુજબ આવવા નું જ છે.. આમ અહીં આદેશ આદેશ આદેશ...

સાંસદ કુંડારીયા કોના પર નિશાન ટાંક્યું...
વાંકાનેર સ્ટેટ યુવરાજ કેસરીદેવ સિંહ ભાજપ ના રાજ્યસભામાં સત્તાવાર ઉમેદવાર થયા અને હવે દિલ્લી ભણી જશે. ત્યારે વાંકાનેર માં રવિવારે તેમના સન્માનનો અવસર હતો. આ અવસરમાં રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા હાજર રહી અને સન્માન સભા ગજવી હતી. જોકે મોહનભાઈ કુંડારિયાએ આ તકે બળદગાડુ અને શ્વાનની વાત રજુ કરી શ્વાનને એમ જ લાગે કે ગાડાનો ભાર પોતાના પર છે... બસ આ ટોપીક હિટ ગયો ખાસ ભાજપમાં ચર્ચા એજ છે. કુંડારિયાએ કોના પર નિશાન ટાંક્યું... હું કરું હું કરું.... બળદો નહીં ભાર તો નીચે હું શ્વાન છું તેના પર......

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ