બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Avocado relieves diseases including cancer, know its benefits

હેલ્થ ટિપ્સ / એવોકાડોથી કેન્સર સહિતની બીમારીઓમાં મળે છે રાહત, જાણો તેના ફાયદા

Vishal Dave

Last Updated: 09:27 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે એવોકાડો નામના વિદેશી ફળની ખૂબ ચર્ચા છે. આ ફળમાં અનેક ગુણ હોવાથી તે ખૂબ પ્રચલીત થઈ રહ્યુ છે. તેમાં રહેલા વિટામિન, મિનરલ્સ તથા વિવિધ તત્વોથી અનેક રોગમાં રાહત મળે છે.

એવોકાડો વિશ્વનુ પ્રખ્યાત ફળ છે. આ ફળનો સ્વાદ માખણ જેવો છે જેથી તે ‘બટર ફ્રુટ’ પણ કહેવાય છે. એવોકાડો ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તેમાં વિટામિન, ફાઈબર, પોટેશિયમ,મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ ફળથી વાળ અને ત્વચાને ખૂબ ફાયદો થાય છે. તે કેન્સર, ડાયાબિટીસ, અપચો જેવા રોગોથી રાહત આપે છે. આ રિપોર્ટમાં અમે તમને આ ફ્રુટના ફાયદાઓ વિશે જણાવીશુ.

કેન્સર :- એવોકાડો ફ્રુટથી પ્રોટેસ્ટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટે છે. આ ફ્રુટમાં રહેલ કરોટિનાઈડસ મોનો અનસૈચુરેટેડ ફેટ કેન્સરના જોખમ ઘટાડી નાખે છે.

હાઈપરટેન્શન :- હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને આ ફ્રુટથી રાહત પહોંચે છે. એવોકાડોના પત્તાઓમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બ્લડ સેલ્સને રાહત પહોંચાડે છે. જેથી બ્લડ પ્રેશરના પેશન્ટને તેનાથી ફાયદો થાય છે અને BP કંટ્રોલમાં રહે છે.

બ્લડ શુગર :- જેના બ્લડમાં શુગરનું લેવલ અનબેલેન્સેડ હોય તેવા લોકો માટે આ ફ્રુટ ખૂબ ફાયદાકારક છે. આ લો કાર્બ ફૂટ છે જેથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

અર્થરાઈટિસ :- આ ફ્રુટ અર્થરાઈટિસની સમષ્યામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી સાંધાના દુખાવા અને માંસપશિયોના સોજાની તકલિફો દૂર થાય છે.

ત્વચા :- એવોકાડો ફળ ખાવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. આ ફળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટના કારણે ત્વચાની વિવિધ સમસ્યાઓ દૂર થાય છે.

પાચન :- અનેક લોકોને પાચનની સમસ્યા રહેતી હોય છે, જો તેઓ આ ફ્રુટનું સેવન કરે તો તેમની આ સમસ્યા દૂર થાય છે. તેના પત્તાઓમાં રહેલ ફ્લેવોનોઈડ્સ, સૈપોનિન તથા ટૈનિન નામના તત્વોથી એસિડિટી, ગેસ અને કબજિયાત કંટ્રોલ થાય છે.

એવોકાડો ફ્રુટમાં ફાઈબર, પ્રોટિન, હેલ્ધી ફેટ્સની સાથે વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E, એન્ટિઓક્સિડેન્ટ અને ઓમેગા 3 પણ હોય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ