બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 03:09 PM, 17 October 2023
ADVERTISEMENT
આજના સમયમાં રોકાણ કરવા માટે અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં ઓછું રોકાણ કરીને વધુ નફો રળી શકાય છે. અહીંયા અમે તમે એક એવી રોકાણ યોજના વિશે જણાવી રહ્યા છે, જેમાં માત્ર એક કપ ચાની કિંમત જેટલું રોકાણ કરવાનું રહે છે અને દર મહિને 5 હજાર રૂપિયા મળી શકે છે. આ એક સરકારી સ્કીમ છે, જે અટલ પેન્શન યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનામાં 18 વર્ષની ઉંમરથી દરરોજ 7 રૂપિયા બચાવીને માસિક રોકાણ શરૂ કરવાથી નિવૃત્તિ પછી માસિક 5,000 રૂપિયા પેન્શન મળે છે.
માસિક રોકાણ
અટલ પેન્શન યોજનામાં દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. એટલે કે, દરરોજ 7 રૂપિયાની બચત કરીને માસિક 210 રૂપિયા જમા કરી શકો છો. 60 વર્ષ પછી મેચ્યોરિટી પૂર્ણ થયા પચી દરરોજ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મળશે.
ADVERTISEMENT
25 વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં રોકાણ શરૂ કરવામાં આવે તો માસિક 375 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 30 વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં રોકાણ શરૂ કરવામાં આવે તો માસિક 577 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 35 વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં રોકાણ શરૂ કરવામાં આવે તો માસિક 902 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ પ્રકારે 60 વર્ષ પછી તમને 5,000 રૂપિયાનું માસિક પેન્શન મળશે.
અટલ પેન્શન યોજનાની શરૂઆત
કેન્દ્ર સરકાર તરફથી અટલ પેન્શન યોજના ચલાવવામાં આવે છે. આ એક ગેરંટેડ માસિક પેન્શન યોજના છે. વર્ષ 2015-16થી આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના આર્થિક રૂપે નબળા વર્ગ માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને 18થી 40 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.