બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / At the age of 81, mother sells flowers outside the temple, son is made mayor of Bhavnagar by BJP

આ છે લોકતંત્ર / 81 વર્ષની ઉંમરે મંદિરની બહાર ફૂલ વેચે છે માતા, દીકરાને BJPએ બનાવ્યા ભાવનગરના મેયર: ભરતભાઈ બારડની પોતાની વેલ્ડિંગની કેબિન, નાનો ભાઈ રહે છે ભાડાના મકાનમાં

Vishal Khamar

Last Updated: 11:48 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક માતા પિતાનું એક સ્વપ્ન હોય કે તેમનો દીકરો કે દીકરી મોટો થઈને સારી નોકરી મેળવી કે કોઈ પદ મેળવી આવી જ ઈચ્છા પૂર્ણ થઈ છે. ભાવનગરના ગીરજાબેન બારડની કે તેમનો દીકરો ભરત બારડ જે ભાવનગરના મેયર બનતા જ તેની માતા ને ખુશીનો પાર રહ્યો નથી. અહી સૌથી મહત્વની બાબત એ છે કે મેયરની માતા ગીરજાબેન વર્ષોથી શિવ મંદિર અને હનુમાનજીના મંદિર પાસે બેસીને ફૂલ વહેચવાનું કામ કરે છે.

  • સામાન્ય પરિવારમાંથી આવે છે મેયર
  • ભરત બારડ જીવે છે સાદગીપૂર્ણ જીવન
  • 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા

 ભાવનગરના ભાજપના નવા ચૂંટાયેલા મેયર ભરતભાઈ બારડ માળી સમાજમાંથી આવે છે. તેઓ જનસંઘ સમયના જુના આ નિષ્ઠાવાન અને પ્રમાણીક કાર્યકર્તા છે. મેયરપદ માટેની તેમની  પસંદગીમાં લોકશાહી પદ્ધતિની મીઠી સુગંધ આવે છે. એટલા માટે કે ભરતભાઈની માતા મંદિરની બહાર બેસીને ફૂલહાર વહેચવાનું કામ કરે છે. સુભાષનગરની ભોળાનાથ સોસાયટીના શિવમંદિર પાસે તેમજ દર શનિવારે દરબારી કોઠા પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે બેસી ભરતભાઈનાં બા ફૂલહાર વહેંચવાનું કામ કરે છે. ભરતભાઈનો પરિવાર સાવ સામાન્ય સ્થિતિનો છે. તેઓ બે ભાઈઓ છે જેમાં ભરતભાઈનો એક ભાઈ અમદાવાદ રહે છે. ભરતભાઈના બે પુત્રો છે. તેમાંથી એક પુત્ર પરણીત છે. તેમની સાથે આ ભરતભાઈની બા રહે છે. જ્યારે ભરતભાઈ તેમના બીજા પુત્ર સાથે સરદારનગરમાં ભાડાના મકાનમાં રહે છે. ભરતભાઈ મેયર બન્યા બાદ ગર્વ થી કહે છે કે આ ફૂલ વેચનાર મારી બા છે.

 

પ્રથમ વખત 2020 માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને ભાજપે તેમની કદર કરી મેયર બનાવ્યા
ભરતભાઈ સાવ સામાન્ય પરિવારના છે. તેઓના પત્ની થોડા વર્ષો પહેલા અવસાન પામી ચૂક્યા છે. ભરતભાઈ પોતે દરબારી કોઠાર નજીક એક વેલ્ડિંગની કેબિન ધરાવે છે. અને તેમની સાથે તેમના પુત્રો તેમને આ કામમાં મદદ કરી રહ્યા છે. ભરત બારડ પ્રથમ વખત ૨૦૨૦ માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને હવે ભાજપે તેમની કદર કરીને મેયર બનાવ્યા છે. ત્યારે તેમની ખુશી પણ બેવડાઈ ગઈ છે. ભરતભાઈના માતા જ્યારે મંદિરે ફૂલહાર વહેંચવા આવે છે. ત્યારે તેઓ સાથે ટિફિન પણ લાવે છે. અને ત્યાં જ જમીને આરામ પણ કરી  લે છે. ભરત બારડના માતાનું કહેવું છે, કે દીકરો મેયર બન્યો તેની ખુશી મા સિવાય કોને હોય ભરત ખૂબ આગળ આવે તેવા તેમને આશીર્વાદ આપ્યા હતા. અહી ફૂલ લેવા આવતા લોકોમાં પણ ખુશી છવાઈ ગઈ હતી.

ભાવનગરનાં મેયરના માતા વર્ષોથી મંદિરની બહાર બેસી ને ફૂલો વહેંચે છે
ભાવનગરના મેયરની માતાની આ કામગીરીને લઈને લોકોનું અચંબા પામી ગયા છે. જો કે એવું કહી શકાય કે ભરત બારડની માતા વર્ષોથી મંદિરની બહાર બેસીને ફૂલો વહેંચે છે. તેની સુગંધ ઈશ્વર સુધી પહોંચી અને તેથી જ તેમના પુત્ર ને આ પદ મળ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ