બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / At least two million people will die: WHO chief gives dire warning

નિવેદન / ઓછામાં ઓછા બે કરોડ લોકોના મોત થશે: WHOના ચીફે આપી ભયાનક ચેતવણી, કોરોના કરતાં પણ ખતરનાક બીમારીના ભણકારા

Priyakant

Last Updated: 10:35 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO News: WHO ચીફે કહ્યું કે, વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે, આવનારા વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મોટી ચેતવણી
  • કોરોના કરતાં પણ ખતરનાક બીમારીના ભણકારા 
  • ઓછામાં ઓછા બે કરોડ લોકોના મોત થશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક મોટી ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, WHOના વડાએ કહ્યું છે કે, વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે. એક રિપોર્ટ અનુસાર WHO ચીફે કહ્યું કે, આવનારા વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે. નોંધનીય છે કે, તાજેતરમાં ગ્લોબલ હેલ્થ બોડીએ જાહેરાત કરી હતી કે, કોવિડ-19 રોગચાળો હવે સ્વાસ્થ્ય કટોકટી નથી.

WHOના વડાએ જિનીવામાં તેમની વાર્ષિક હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે, આવનારી મહામારીને રોકવાનો સમય આવી ગયો છે. આ માટે વાતચીતને આગળ વધારવાનો સમય છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સની બેઠકમાં WHOના વડાએ ચેતવણી આપી હતી કે, કોવિડ-19 રોગચાળો હજુ સમાપ્ત થયો નથી.

File Photo 

 
WHOએ 9 પ્રાથમિક રોગોની ઓળખ કરી
WHOના વડા ડો.ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. તે કોવિડ કરતા ઘાતક હોઈ શકે છે અને તે વધુ ઘાતક સાબિત થશે. તેમણે ચેતવણી આપી હતી કે, વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે બંધાયેલા રહેશે. WHO એ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી છે, જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે. 

File Photo

એક ખાનગી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, તેમની સારવારની અછત અથવા રોગચાળો ફેલાવવાની તેમની સંભાવનાને કારણે તેને સૌથી જોખમી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, વિશ્વ કોવિડ -19 રોગચાળાના આગમન માટે તૈયાર નહોતું, જે એક સદીમાં સૌથી ગંભીર આરોગ્ય સંકટ તરીકે ઉભરી આવ્યું છે.
 
આવનારી મહામારી માટે તૈયાર: WHO ચીફ
WHOના વડાએ બેઠકમાં કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કોવિડ-19એ આપણી દુનિયા બદલી નાખી છે. આમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે આંકડો આનાથી વધુ હોઈ શકે છે, જે લગભગ 20 મિલિયન હશે. તેમણે કહ્યું કે જે ફેરફારો કરવા જોઈએ તે આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને જો હવે ન બને તો ક્યારે. આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ. આપણે નિર્ણાયક, સામૂહિક અને સમાન રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ