બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 IND vs SL: If it rains in the final this team will take the trophy without playing

Asia Cup 2023 / IND vs SL: એશિયા કપના ફાઇનલમાં જો વરસાદ આવ્યો તો આ ટીમ રમ્યા વગર જ લઈ જશે ટ્રોફી, સમજો શું છે સમીકરણ

Megha

Last Updated: 03:50 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચના દિવસે કોલંબોમાં વરસાદની 80 ટકા સંભાવના છે.  જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો ટ્રોફી કઈ ટીમને આપવામાં આવશે?

  • રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 
  • ફાઇનલ મેચના દિવસે વરસાદની 80 ટકા સંભાવના
  • વરસાદને કારણે મેચનું પરિણામ ન આવ્યું તો આ ટીમ જીતશે ફાઇનલ 

Asia Cup 2023 : ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ રવિવાર 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ (RPS) ખાતે રમાશે. જો કે કોલંબોનું હવામાન રવિવારે ચાહકોની આશા પર પાણી ફેરવી શકે છે. 

ફાઇનલ મેચના દિવસે વરસાદની 80 ટકા સંભાવના
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચના દિવસે કોલંબોમાં વરસાદની 80 ટકા સંભાવના છે. હવે પ્રશંસકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે જો ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો ટ્રોફી કઈ ટીમને આપવામાં આવશે?

એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન!
એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 17મી સપ્ટેમ્બરે રમાવાની છે. આ મેચમાં ભારત અને શ્રીલંકાની ટીમો સામસામે ટકરાશે. રોહિત શર્મા ભારતીય ટીમની કમાન સંભાળશે જ્યારે શ્રીલંકાની કમાન દાસુન શનાકા સંભાળશે. કોલંબોમાં વરસાદે છેલ્લી કેટલીક મેચોના પરિણામ બદલી નાખ્યા છે. હવે ફાઇનલ મેચ પર પણ વરસાદ પડવાની સંભાવના છે. 

18મી સપ્ટેમ્બરને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો 
કોલંબોમાં રવિવારે હવામાન વધુ સારું દેખાતું નથી. રવિવારે કોલંબોમાં વરસાદની ઓછામાં ઓછી 80 ટકા સંભાવના છે. બપોરે 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગ્યાથી રમાશે. આવી સ્થિતિમાં આ મેચમાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેશે. જો કે વરસાદના કારણે 17મી સપ્ટેમ્બરને રવિવારના રોજ આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી, તો સોમવાર 18મી સપ્ટેમ્બરને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.

વરસાદને કારણે મેચનું પરિણામ ન આવ્યું તો આ ટીમ જીતશે ફાઇનલ 
જો ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચનું પરિણામ રવિવાર, 17 સપ્ટેમ્બર અને સોમવાર, 18 સપ્ટેમ્બર (રિઝર્વ ડે)ના રોજ વરસાદને કારણે જાણી શકાયું નથી, તો તે સ્થિતિમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. એશિયા કપ 2023ની ફાઈનલ મેચનું પરિણામ મેળવવા માટે ભારત અને શ્રીલંકાની ટીમોએ ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી પડશે. 

ચેમ્પિયન્સ ટ્રોફી 2002માં આવું બન્યું હતું
જો ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ રદ થાય છે તો બંને ટીમ સંયુક્ત રીતે વિજેતા બનશે. મહત્વનું છે કે આ પહેલા પણ કોલંબોના આ આર સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ રમાઈ હતી. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી મેચો વરસાદને કારણે પૂરી ન થવાને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ કેપ્ટન સૌરવ ગાંગુલી અને સનથ જયસૂર્યાએ ટ્રોફી વહેંચી અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ