બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ASI team's camp to survey Gnanwapi: Entire area shifted to camp, hearing in Supreme Court today

Gyanvapi ASI Survey / જ્ઞાનવાપીનો સર્વે કરવા ASIની ટીમના ધામા: સમગ્ર વિસ્તાર છાવણીમાં તબદીલ, આજે સુપ્રીમમાં સુનાવણી

Megha

Last Updated: 09:12 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ASI ની એક ટીમે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કરીને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને પરિસરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

  • ASIની ટીમ જ્ઞાનવાપી પરિસરમાં પ્રવેશી અને સર્વેની કામગીરી શરૂ કરી
  • સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે
  • સર્વે દરમિયાન હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી કેમ્પસની અંદર જશે

Gyanvapi ASI Survey: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI ની એક ટીમ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા માટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કરીને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે કડક સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પંહોચી હતી. 

સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી
આ સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 2 આઈપીએસ, 4 એડિશનલ એસપી, 6 ડેપ્યુટી એસપી અને 10 પોલીસ ઈન્સ્પેક્ટર ઉપરાંત 200 જેટલા પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. એ વાત તો નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સર્વે કરવાની મંજૂરી આપી હતી. 

હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી જેમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા મસ્જિદ સંકુલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેક્ષણને પડકારવામાં આવ્યું હતું. બીજી તરફ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી આજે થશે.

હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી પરિસરની અંદર જશે
સર્વે દરમિયાન હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી પરિસરની અંદર જશે. હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું કે "અલાહાબાદ હાઈકોર્ટે ગઈ કાલે ASIને સર્વે કરવાની મંજૂરી આપી. ASI અને જિલ્લા વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ. આ સર્વે ઈતિહાસ રચવાની દિશામાં એક પગલું છે." હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “માત્ર ASI જ કહી શકે છે કે સર્વેક્ષણ પૂર્ણ કરવામાં કેટલા દિવસો લાગશે. અયોધ્યામાં રામ મંદિરનો સર્વે પૂર્ણ કરવામાં 7-8 મહિનાનો સમય લાગ્યો હતો."

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો હુંકાર
જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ આમ તો 1991થી ચાલી રહ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને લઇને પણ આખા દેશમાં તણાવ જોવા મળ્યો હતો. વારાણસીના ઇતિહાસમાં હાલ જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં શિવમંદિર હોવાના અનેક પ્રમાણ છે. જો કે  હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એક બાદ એક મુગલકાળમાં બદલાયેલા શહેરોના નામ ફરી  બદલી રહ્યા છે. આ તમામ રાજકીય નિર્ણયોએ તેમને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા અપાવી છે. જ્ઞાનવાપી મામલો કોર્ટમાં છે ત્યારે જ્ઞાનવાપી વિવાદ અંગે નિવેદન આપીને તેમણે ઉત્તરપ્રદેશથી લોકસભા પહેલા મોટી હુંકાર ભરી હોવાનો રાજકીય મંધાતાઓ દાવો કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ