બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ashadh maas 2023 date and time know month significance precautions dos and donts

ધર્મ / આજથી અષાઢ માસનો શુભારંભ, આ મહિને આટલી બાબતો અચૂકથી ધ્યાનમાં રાખજો, જાણો તેનું ધાર્મિક મહત્વ

Manisha Jogi

Last Updated: 07:45 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મ અનુસાર પૂજા પાઠ માટે આ મહિનાનું અનેરું મહત્ત્વ છે, જ્યારે વર્ષા ઋતુનું આગમન થાય છે. આ એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે.

  • હિંદુ પંચાંગનો ચોથો મહિનો અષાઢ
  • પૂજા પાઠ માટે આ મહિનાનું અનેરું મહત્ત્વ
  • 5 જૂનથી 4 જુલાઈ સુધી અષાઢ મહિનો રહેશે

હિંદુ પંચાંગનો ચોથો મહિનો અષાઢ છે. હિંદુ ધર્મ અનુસાર પૂજા પાઠ માટે આ મહિનાનું અનેરું મહત્ત્વ છે, જ્યારે વર્ષાઋતુનું આગમન થાય છે. વાતાવરણમાં ફેરફાર થવાને કારણે આ મહિનામાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. 5 જૂનથી 4 જુલાઈ સુધી અષાઢ મહિનો રહેશે. આ મહિનામાં દેવશયની એકાદશી આવે છે. આ એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે. 

અષાઢ મહિનાનું ધાર્મિક મહત્ત્વ

  • અષાઢ મહિનો ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • અષાઢ મહિનાની યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. 
  • આ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની અગિયારસ કહેવામાં આવે છે.  દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે, જેથી 4 મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
  • અષાઢ મહિનામાં જ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે ગુરુજનોની પૂજા કરવામાં આવે છે.
  • ભગવના વિષ્ણુની સાથે ભગવાન શિવની પૂજા પણ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં આવનાર પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે. 

અષાઢ માસમાં શું કરવું?
આ મહિનાને વર્ષા ઋતુ પણ કહેવામા આવે છે, જેથી સંક્રમણનું જોખમ વધુ રહે છે. આ દરમિયાન પૌષ્ટિક અને સંતુલિત આહારનું જ સેવન કરવું જોઈએ. 

ખાવા પીવાની બાબતોનું રાખો ધ્યાન

  • આ મહિને રસદાર ફળોનું સેવન કરવું.
  • તળેલી વસ્તુઓનું વધુ સેવન ના કરવું. 
  • વાસી ભોજન ના કરવું.
  • બજારમાં જે પણ વસ્તુઓ લાવો તે સરખી ધોઈને જ વાપરવી.

દાનનું મહત્ત્વ
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં તીર્થ યાત્રા કરવાને શુભ માનવામાં આવે છે. આ મહિને દાન અને ધ્યાનનું અનેરું મહત્ત્વ છે. મીઠું, તાંબુ, કાંસુ, માટીના વાસણ, ઘઉં, ચોખા તથા તલના દાનને શુભ માનવામાં આવે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ