બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / asaram got bail from jodhpur high court

BIG BREAKING / આસારામને જામીન: રાજસ્થાન હાઇકોર્ટ તરફથી અપાઇ મોટી રાહત, જાણો શું છે સમગ્ર કેસ

Malay

Last Updated: 11:21 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asaram gets Bail: દુષ્કર્મના કેસમાં જોધપુરની જેલમાં બંધ આસારામને થોડી રાહત મળી છે. એક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે. જોકે, દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા થઈ હોવાને કારણે તેને જેલમાંથી છોડવામાં આવશે નહીં.

  • આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
  • બનાવટી મેડિકલ સર્ટિફિકેટના કેસમાં આસારામને જામીન
  • જામીન મળ્યા પણ જેલમાંથી બહાર નહીં આવે

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વતી ખોટા દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં આરોપીને આ જામીન આપવામાં આવ્યા છે. જોકે, આસારામને અન્ય કેસમાં સજા મળી હોવાને કારણે હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટમાંથી આ જામીન મળ્યા છે. એડવોકેટ નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ કોર્ટમાં આસારામનો પક્ષ રજૂ કર્યો હતો.

દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, ગાંધીનગર સેશન્સ કોર્ટ આવતીકાલે સંભળાવશે  સજા| Asaram rape case : Asaram found guilty

પિતા-પુત્રની સંભળાવવામાં આવી છે આજીવન કેદની સજા 
આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આ વર્ષે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ વિરુદ્ધ વર્ષ 2013માં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, પીડિતા પર દુષ્કર્મની ઘટના 2001થી 2006 વચ્ચે બની હતી. પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. 

2013માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
આસારામને જે કેસમાં સજા સંભળાવવામાં આવી છે, તેની એફઆઈઆર 2013માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એફઆઈઆર મુજબ, પીડિત મહિલા પર 2001થી 2006 દરમિયાન અમદાવાદ શહેરની બહાર આવેલા એક આશ્રમમાં ઘણી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.  

આસારામ અને અન્ય 7 સામે નોંધાઈ હતી ફરિયાદ 
પીડિત મહિલાએ આ મામલામાં આસારામ અને અન્ય સાત લોકો સામે દુષ્કર્મ અને ગેરકાયદેસર કેદ કરવા મામલે કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં આસારામ સિવાય તેની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

અંતે પાપ ફૂટ્યું આસારામને આજીવન કેદની સજા, સુરત દુષ્કર્મ કેસમાં ગાંધીનગર  કોર્ટે કર્યું સજાનું ફરમાન | Gandhinagar Sessions Court sentenced Asaram in  rape case today

આસારામને દોષિત ગણી સંભાળવવામાં આવી હતી સજા
જોકે, સેશન્સ કોર્ટના જજ ડીકે સોનીએ આ કેસમાં માત્ર આસારામને જ દોષિત ગણીને સજા સંભળાવી છે. બાકીના 6 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રાયલ દરમિયાન જ એક આરોપીનું ઓક્ટોબર 2013માં મૃત્યુ થયું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ