બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / As soon as lightning struck phosphorus became a substance

અનોખું / જીવ લેતી' આકાશી વીજળી આવું પણ કરી શકે તેવું પહેલી વાર જોયું, શું કર્યું? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું

Kishor

Last Updated: 10:40 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લોરિડાના પશ્ચિમ કિનારે એક વૃક્ષ પર આવકાશી વીજળી ત્રાટકી હતી. આ દરમિયાન વીજળી ત્રાટકતાની સાથે જ ફોસ્ફરસ પદાર્થ બની ગયો હતો.

  • વૃક્ષ પર આવકાશી વીજળી ત્રાટકતા ફોસ્ફરસ પદાર્થ બની ગયો
  • પૃથ્વી પર આગાઉ ક્યારેય આવી ઘટના કે પદાર્થ મળ્યો નથી : દાવો

ફ્લોરિડાના પશ્ચિમ કિનારે એક વૃક્ષ પર આવકાશી વીજળી પડી હતી. જેમાં એક અનોખી ઘટના બની હતી. વીજળી ત્રાટકતાની સાથે જ ફોસ્ફરસ પદાર્થ બની ગયો હતો. ખાસ વાત એ છે કે, પૃથ્વી પર આ આગાઉ ક્યારેય આવી ઘટના કે પદાર્થ મળ્યો ન હતો. આ પદાર્થ હવે સમગ્ર ખનિજ જૂથનું પ્રતિનિધિત્વ કરી શકે છે. મહત્વનું છે કે આ પદાર્થ  કેલ્શિયમ ફોસ્ફાઈટ (CaHPO3) જેવો જ આકાર અને મૂળ ધાતુ ધરાવતા હોવાનું જણાઈ રહ્યું છે. ફુલગુરાઇટ એક પ્રકારનો મેટલ ગ્લોબ જેવો દેખાતો હતો. મહત્વનું છે કે જ્યારે આવકાશી વીજળી ખાસ પ્રકારની રેતી, સિલિકા અને ખડકો પર ત્રાટકે ત્યારે આ પ્રકારના ફુલગુરાઇટનું નિર્માણ કરતી હોય છે. મહત્વનું છે કે આ પદાર્થની અંદર છુપાયેલું અનોખું રહસ્ય શોધવું ખૂબ અઘરું હોય છે.


યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના ભૂસ્તરશાસ્ત્રી મેથ્યુ પેસેકના જણાવ્યા અનુસાર આ પ્રકારની સામગ્રી આગાઉ પૃથ્વી પર કુદરતી રીતે ક્યારેય જોઈ નથી. એક વાત એવી પણ છે કે આના જેવા ખનિજો ઉલ્કાપિંડ અને અવકાશમાં મળી શકે છે, પરંતુ અહીં આ સામગ્રી પહેલી વખત દેખાઈ હતી. આમ આકાશી વીજળી પૃથ્વી પર અનન્ય ખનિજ છોડી રહી હોવાનું વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત શોધી કાઢ્યું છે.

નવો પદાર્થ બનાવવાનો પ્રયાસ નાકામ

એક સંશોધનમાં સામે આવેલ વિગત અનુસાર લેબમાં આ CaHPO3ને નવો પદાર્થ બનાવવાનો પ્રયાસ નાકામ રહ્યો હતો. જેના પરથીએ સાબિત થાય છે કે  આવી દુર્લભ સામગ્રીને બનાવવા માટે ખૂબ જ વિશેષ પરિસ્થિતિઓ અને સમયની જરૂર પડે છે. ત્યારે હવે આ નવા ફોસ્ફરસ મટિરિયલથી વૈજ્ઞાનિકો પણ એ જાણી શકશે કે ફોસ્ફરસ કેવી રીતે ઓછું થાય છે. એટલે કે અલગ-અલગ તાપમાને રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેને અન્ય રાજ્યોમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ