બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Aryuvedic syrup drug business in gujarat, syrup bottle containing alcohol has been seized

મહામંથન / ગુજરાતમાં ખતરા ઘંટી બની નશાકારક કફ સિરપ મળવાની ઘટનાઓ, ખતરનાક વિકલ્પ પર કંટ્રોલ કેમ નહીં?

Vishal Khamar

Last Updated: 09:12 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાધન પ્રતિબંધિત કફસિરપનો નશો કરવામાં ઉપયોગ કરે છે. ત્યારે આ સિરપ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચી શકાતી નથી. તો બજારમાં સરળતાથી કેવી રીતે ઉપલબ્ધ છે આ સિરપ તે એક મોટો પ્રશ્ન છે.

મોટેભાગે દરેક વસ્તુનો એક વિકલ્પ હોય છે પરંતુ કેટલાક વિકલ્પ બહુ ખતરનાક અથવા તો જીવ લઈ શકે એવા હોય છે. આવો જ વિકલ્પ છે નશાનો. હેરોઈન, MD ડ્રગ, ચરસ, ગાંજો આ તમામ નશાકારક દ્રવ્યો એવા છે કે જે સરળતાથી મળતા નથી અથવા તો બહુ મોટા માફિયાઓના હાથમાં હોય છે.. પરંતુ યુવાનોનો એક વર્ગ એવો છે કે જે હવે આવા ડ્રગના વિકલ્પ તરીકે મેડિકેટેડ ડ્રગ લેતો થઈ ગયો છે. આવા જ એક ખતરનાક વિકલ્પની વાત કરવી છે અને તે છે પ્રતિબંધિત નશાકારક કફ સિરપ. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની કે જેમાં આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર મોટાપાયે થતો જોવા મળ્યો તો કેટલીક જગ્યાએ એવા કફ સિરપનું વેચાણ થતું હતું. 

  • ગુજરાતમાં આયુર્વેદિક સિરપ, વિવિધ કફ સિરપના નામે નશાનું પ્રમાણ વધ્યું
  • SOG સહિતની એજન્સીઓ વિવિધ ઠેકાણે દરોડા પાડી રહી છે
  • મોટેભાગે દવાની આડમાં નશાનો કારોબાર થતો હોવાનું સામે આવ્યું

જેનો ઉપયોગ ફક્ત નશા માટે થતો હતો અને આ સિરપ એટલી હદે ખતરનાક હતા કે તેનો ઓવરડોઝ મૃત્યુ પણ નોંતરી શકે. તાજેતરમાં અમદાવાદ, રાજકોટમાં જે રીતે દવાની આડમાં નશાનો કારોબાર પકડાયો તે તેના તાજા ઉદાહરણ છે. રાજકોટમાં તો પાન-કરિયાણાની દુકાન ઉપર ખુલ્લેઆમ આયુર્વેદના નામે આવા સિરપનું વેચાણ થતું જોવા મળ્યું. નશાનો આવો કારોબર અટકાવો કઈ રીતે. ગુજરાતમાં દવાની આડમાં નશાનો વેપાર કેમ વધ્યો.. કફ સિરપના નામે નશો કરનાર અને આવો નશો વેચનાર બંને સામે કડક હાથે કામ ક્યારે લેવાશે.. આવા સિરપના કન્ટેન્ટ ચકાસણીની જવાબદારી કોની છે?

  • સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ ગેરકાયદે ભેળવાતું હોવાનું સામે આવ્યું
  • આલ્કોહોલયુક્ત સિરપની બોટલ ઝડપાઈ હોય તેવી અનેક ઘટના બની
  • આવી નશાકારક દવાઓનું સેવન વધ્યું છે
  • આયુર્વેદિક સિરપના નામે નશાકારક દવાઓ વિવિધ જગ્યાએ પહોંચી રહી છે

ગુજરાતમાં આયુર્વેદિક સિરપ, વિવિધ કફ સિરપના નામે નશાનું પ્રમાણ વધ્યું છે.  SOG સહિતની એજન્સીઓ વિવિધ ઠેકાણે દરોડા પાડી રહી છે. મોટેભાગે દવાની આડમાં નશાનો કારોબાર થતો હોવાનું સામે આવ્યું છે.  સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ ગેરકાયદે ભેળવાતું હોવાનું સામે આવ્યું. આલ્કોહોલયુક્ત સિરપની બોટલ ઝડપાઈ હોય તેવી અનેક ઘટના બની છે.  આવી નશાકારક દવાઓનું સેવન વધ્યું છે. આયુર્વેદિક સિરપના નામે નશાકારક દવાઓ વિવિધ જગ્યાએ પહોંચી રહી છે. 

નશાકારક સિરપથી સાવધાન

પાનની દુકાને આવા નામે વેંચાય છે

  • જેરીજેમ
  • હર્બી ફ્લો
  • સ્લીપવેલ
  • યુરીસ્ટાર
  • સ્ટોનહિલ
  • ઈઝીસ્લીપ
  • સોનારીસ્ટા
  • સુનિદ્રા

દવાના નામે નશો કેમ અટકાવવો? 

અમરેલી

  • અમરેલી LCBએ બાબરામાં આયુર્વેદિક સિરપની 40 હજાર બોટલ જપ્ત કરી

રાજકોટ

  • બંધ મકાનમાંથી આયુર્વેદિક સિરપની 4 હજાર 200 બોટલ જપ્ત

સુરત

  • SOGએ મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સિરપની બોટલ જપ્ત કરી

જેતપુર

  • વિંછીયામાં મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત સિરપ ઝડપાયું

અમદાવાદ

  • ઓઢવમાંથી પ્રતિબંધિત કફ સિરપની બોટલ ઝડપાઈ

રાજકોટ

  • પાન-કરિયાણાની દુકાનમાંથી ઝડપાયું નશાકારક સિરપ

રાજકોટ

  • કચ્છથી રાજકોટ આવેલો કફ સિરપનો જથ્થો ઝડપાયો
  • રૈયારોડ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ

અમદાવાદ

  • ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી કફ સિરપની 1 હજાર 255 બોટલ ઝડપાઈ
  • મયુરસિંહ નામના આરોપીની ધરપકડ

જામખંભાળીયા

  • ગેરકાયદે સિરપની બોટલ ઝડપાઈ
  • 7 હજાર 277 બોટલ જપ્ત

સિરપમાં નશાના નામે શું ભેળવાય છે?

  • ઈથાઈલ આલ્કોહોલ
  • આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ

નિયમ શું કહે છે?

  • સિરપ સહિત બીજી કેટલીક દવા શિડ્યુલ-G કે શિડ્યુલ-H અંતર્ગત આવે છે
  • આવી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેંચી નથી શકાતી
  • ડૉક્ટરે પણ પ્રિસ્ક્રીપ્શનની એક નકલ રાખવાની રહે છે
  • જ્યારે બીજી નકલ ફાર્માસીસ્ટ પાસે રહે છે

આ નશો બરબાદી નોંતરશે!
યુવાનોને જે ડ્રગ પ્રચલિત છે તે સહેલાઈથી મળતું નથી. હવે યુવાધન મેડિકેટેડ ડ્રગના રવાડે ચડ્યું છે. હવે યુવાનો નશા માટે સિરપની આખેઆખી બોટલ ગટગટાવી જાય છે. હાલ કોડીનયુક્ત કફ સિરપનો નશા માટે વ્યાપક ઉપયોગ થાય છે. સામાન્ય કફ સિરપથી ખાંસી ન મટે તો તબીબો કોડીનયુક્ત કફ સિરપ આપે છે. કોડીનયુક્ત કફ સિરપનું વેચાણ પ્રિસ્ક્રીપ્શન વગર થઈ શકતું નથી. નશાના બંધાણીએ સિરપના બે ઢાંકણા નાંખીને તેમા સોડા મિક્સ કરીને લે છે. PGમાં રહેતા વિદ્યાર્થીઓ આવી સિરપનો નશો કરતા હોવાનું સામે આવ્યું છે.

નશાકારક સિરપની આડઅસર

  • ચક્કર આવવા
  • બોલવામાં મુશ્કેલી થવી
  • ભ્રમ થવો
  • હૃદયના ધબકારા વધવા
  • હાઈ બ્લડપ્રેશર
  • ઓવરડોઝથી મૃત્યુની શક્યતા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ