બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Art director Nitin Desai committed suicide, Won 4 National Awards but was troubled by shortage of money

દુ:ખદ / બોલિવૂડની આ હસ્તીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત: 4 નેશનલ ઍવોર્ડ જીત્યા પણ પૈસાની તંગીથી હતા પરેશાન, દેવદાસ-જોધા અકબરમાં કર્યું હતું ખાસ કામ

Priyakant

Last Updated: 11:27 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Desai Suicide News: હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો માટે સેટ ડિઝાઇન કર્યા હતા

  • હિન્દી સિનેમા માટે આઘાતજનક સમાચાર 
  • આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા 
  • કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી

હિન્દી સિનેમા માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ મંગળવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. તેમના મેનેજરે જણાવ્યું કે, તેમણે રાત્રે 3.30 વાગ્યે મુંબઈ નજીક કર્જતમાં તેના એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી. તેમની ઉંમર 58 વર્ષની હતી. તે પોતાનો મોટાભાગનો સમય આ સ્ટુડિયોમાં જ પસાર કરતો હતો.

નીતિન દેસાઈએ હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો માટે સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. છેલ્લી વાર તેણે પાણીપત ફિલ્મ માટે કામ કર્યું હતું. મહારાષ્ટ્રના વિધાનસભ્ય મહેશ બાલ્ડીએ જણાવ્યું કે,. તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેણે કહ્યું કે આ તેની આત્મહત્યાનું કારણ હોઈ શકે છે.

આ બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ તૈયાર કર્યા હતા
નીતિને 1989માં ફિલ્મ પરિંદાથી આર્ટ ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મોના સેટ તૈયાર કર્યા હતા. તેમણે ડિઝાઇન કરેલા પ્રખ્યાત ફિલ્મોના સેટમાં પ્યાર તો હોના હી થા, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે.

4 વખત નેશનલ એવોર્ડ મળ્યો
નીતિન દેસાઈને બેસ્ટ આર્ટ ડિરેક્ટર તરીકે 4 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. બે દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલીવુડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. સિનેમાની દુનિયામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

13 દિવસ અને 13 રાત સુધી સતત કામ કર્યું
નીતિન દેસાઈએ 1987માં ટીવી શો 'તમસ'થી પોતાના કરિયરની શરૂઆત કરી. તે એક જ સેટ પર 13 દિવસ અને 13 રાત રોકાયો હતો. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, તે સમયે જો તે 15 મિનિટ માટે નહાવા ગયો હોય તો પણ તેને લાગ્યું કે તે તેની 15 મિનિટ વેડફી રહ્યો છે. અગાઉ નીતિને જણાવ્યું હતું કે,  તેણે બ્રાડ પિટની ફિલ્મમાં કામ ન કરવાની ઈચ્છાથી એનડી સ્ટુડિયોની રચના કરી હતી. 

નીતિને કહ્યું હતું કે, 'અમેરિકન ફિલ્મ ડિરેક્ટર ઓલિવર સ્ટોને મને કામ કરવાની ઓફર કરી હતી. તેમની સાથે મેં 9 દિવસ માટે લદ્દાખ, ઉદયપુર, મહારાષ્ટ્ર જેવા ઘણા શહેરોની મુલાકાત લીધી. તે બ્રાડ પિટ સાથે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ બનાવવાનો હતો. તેણે ફિલ્મનો અમુક ભાગ ભારતમાં શૂટ કરવાનો હતો.   'ફિલ્મનું બજેટ 650 કરોડ હતું, પરંતુ જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું નથી. ત્યારે મને લાગ્યું કે એવો સ્ટુડિયો બનાવવો જોઈએ જે આંતરરાષ્ટ્રીય લોકોની અપેક્ષા પૂરી કરી શકે. આને ધ્યાનમાં રાખીને ઘણી બધી જગ્યાઓ શોધ્યા પછી મને કર્જતમાં ND સ્ટુડિયો સ્થાપવાની તક મળી.

ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' માટે કાચનો પેલેસ 
આમિર ખાનની ફિલ્મ 'મંગલ પાંડે- ધ રાઇઝિંગ'નું પ્રથમ શૂટિંગ એનડી સ્ટુડિયોમાં થયું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની 'ટ્રાફિક સિગ્નલ' અને આશુતોષ ગોવારીકરની 'જોધા અકબર'નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને રિતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યા હતા. વોન્ટેડ, બોડીગાર્ડ, પ્રેમ રતન ધન પાયો, કિક જેવી સલમાન ખાનની દરેક મોટી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. 

નીતિને કહ્યું હતું કે, સલમાનને પ્રકૃતિની નજીક રહીને શૂટિંગ કરવાનું પસંદ છે તેથી જ તેણે આ સ્ટુડિયો પસંદ કર્યો છે. તે 'પ્રેમ રતન ધન પાયો' માટે 90 દિવસ સુધી સેટ પર રહ્યો. આ ફિલ્મ માટે અમે એક કરોડના કાચનો શીશમહેલ બનાવ્યો હતો. જ્યારે પણ સલમાન અહીં આવે છે ત્યારે તેમાંથી મોટાભાગના લોકો સુરક્ષા વગર સ્કૂટી પર ફરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ