બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Arrest of 7 people enjoying party in Ahmedabad's Bodakdev

એક્શન / ક્યાં છે દારૂબંધી? અમદાવાદના બોડકદેવમાં મહેફિલ માણતા 7 લોકોની ધરપકડ, સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસનો દરોડો

Malay

Last Updated: 08:11 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલઃ અમદાવાદના બોડકદેવના વિશ્વાસ પ્લેટિનમ-1ના મકાનમાં ચાલતી દારૂની મહેફિલ પર ત્રાટકી પોલીસ, મહેફિલ માણતા 7 નબીરાઓની કરાઈ ધરપકડ

  • અમદાવાદમાં દારૂની મહેફીલ માણતા 7ની ધરપકડ
  • બોડકદેવના એપાર્ટમેન્ટમાં ચાલતી હતી દારૂની મહેફીલ
  • સ્થાનિકોએ ફરિયાદ કરતા પોલીસે રેડ કરી ઝડપ્યા

Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધી છે છતાંપણ આપણે અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકોના ઝડપાવવાના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે પ્રશ્ન થાય કે સાચે જ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે? અમદાવાદના બોડકદેવના એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 7 લોકોની ધરપકડ કરી છે. 

દિવાળીમાં દારૂ‌ખાનું મળે કે ન મળે દારૂની રેલમછેલ થશે! 30 લાખનો દારૂ ઝડપાયો  | Diwali 2020 bootlegger Gujarat police
ફાઈલ તસવીર 

સ્થાનિકોએ કરી હતી ફરિયાદ
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોલીસને સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે વિશ્વાસ પ્લેટિનમ-1ના મકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે, જેના આધારે પોલીસે વિશ્વાસ પ્લેટિનમ-1 ખાતે પહોંચી હતી. જ્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જે બાદ પોલીસે દારૂની મહેફિલ માણતા 7 લોકોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મકાનમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા.

બે કોન્સ્ટેબલોને કરાયા સસ્પેન્ડ
તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસના બે કોન્સ્ટેબલો અને બે ટીઆરબી જવાનોની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ SPએ બે પોલીસ કોન્સ્ટેબલો અને TRBના 2 જવાનોને ફરજમુક્ત કર્યા હતા. 

ગાંધીના ગુજરાતમાં હેલ્થ પરમિટ હેઠળ વિદેશી દારૂની રેલમછેલ, આ નિયમો હેઠળ લોકો  મેળવે છે છૂટછાટ | gujarat alcohol health permit rules here are the details  of misuse districtwise
ફાઈલ તસવીર

SPએ આપ્યા હતા તપાસના આદેશ 
માલપુર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલોનો દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતને જિલ્લાના પોલીસ અધિકારીઓએ શરમજનક ગણાવી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ SPએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં દારુની પાર્ટીમાં ખાનગી શખ્શો સાથે માલપુર પોલીસના કોન્સ્ટેબલ વિક્રમસિંહ અને દોલાભાઈ નામના કર્મીઓ હોવાનું ખુલ્યું હતું. જ્યારે હિંમતસિંહ અને વિજય નામના બે TRB જવાન પણ પાર્ટીમાં સામેલ હતા. TRB જવાનોને પણ હવે ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ