બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

VTV / Army helicopter crashed in Kishtwar: An army helicopter has crashed in Kishtwar district of Jammu and Kashmir.

દુર્ઘટના / જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, બેથી ત્રણ લોકો હતા સવાર

Pravin Joshi

Last Updated: 12:34 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર છે.

  • જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ
  • આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર પાયલોટ ઈજાગ્રસ્ત
  • પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ 

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર છે. સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલોટને ઈજા થઈ છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. આર્મી ઓફિસરે કહ્યું કે, હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. જમ્મુ ડિવિઝનના કિશ્તવાડના દૂરના વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં બેથી ત્રણ લોકો હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું

મળતી માહિતી અનુસાર, કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં ગુરુવારે સવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સેનાને પણ જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના સાથે જોડાયેલ એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર પાસે એકઠા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ