બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Appointment of Hasmukh Adhia as Chief Adviser to CM

વ્યક્તિત્વ / GST ઘડવામાં અમૂલ્ય ફાળો આપનાર PM મોદીની 'ગૂડબુક'માં સામેલ હસમુખ અઢિયા વિશે, જાણો મહત્વની વાતો

Dinesh

Last Updated: 09:21 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા પીએમ મોદીના વિશ્વાસુ અધિકારી છે, દેશમાં જીએસટી લાગુ કરવામાં અઢિયાનો રોલ મહત્વનો રહ્યો હતો, કેન્દ્રમાં નાણાં અને મહેસુલ સચિવ રહી ચુક્યા છે.

  • CMના મુખ્ય સલાહકાર તરીકે હસમુખ અઢિયાની નિમણુંક
  • 2014માં અઢિયાને કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા
  • અઢિયા પીએમ મોદીના ખાસ વિશ્વાસુ અધિકારી બની રહ્યા


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે હસમુખ અઢિયાની નિમણુંક કરવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડીના હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણુંક કરી છે.  અઢિયા પીએમ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારીમાં સ્થાન પામે છે. 1981ની બેંચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અઢિયા કેન્દ્રમાં મોદી સરકારમાં નાણાં અને મહેસુલ સચિવ રહી ચુક્યા છે. 2018માં અઢિયા કેન્દ્રમાંથી નિવૃત થયા છે. હાલમાં તેઓ બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.
 
2014માં અઢિયાને કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા
2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે અઢિયાને કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. દેશમાં જીએસટીની અમલ કરવામાં અઢિયાનો રોલ મહત્વનો રહ્યો હતો. જીએસટી સરળ રીતે અમલી બને તે માટે અઢિયા અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જીએસટી સાથે નોટબંધીનો અમલ કરવામાં પણ અઢિયાની ભૂમિકા મહત્વની રહી હતી. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અધિકારીઓ માટે ચિંતન શિબિરની શરુઆત કરી હતી. આવી એક ચિંતન શિબિર દરમિયાન અઢિયા મોદીની નજીક આવ્યા હતા. અઢિયાએ યોગમાં પીએચડી કર્યું હતું. 

પીએમ મોદીના ખાસ વિશ્વાસુ અધિકારી બની રહ્યા
ચિંતન શિબિરના માધ્યમથી અધિકારીઓં યોગ કલ્ચર વિકસાવવામાં પણ અઢિયાની ભૂમિકા રહી છે. ચિંતન શિબિર વખતથી અઢિયા પીએમ મોદીના ખાસ વિશ્વાસુ અધિકારી બની રહ્યા. નવેમ્બર 2018માં જ્યારે અઢિયા નિવૃત થયા ત્યારે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી ફેસબુક પોસ્ટ લખી અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે "ડૉ. અઢિયા નિઃશંકપણે અત્યંત સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ મુલકી સેવક અને અલબત્ત, દોષરહિત પ્રમાણિકતા ધરાવતા અધિકારી રહ્યા છે."

વિભાગના કામમા ગતિ આવશે
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે અઢિયા નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી બાબતો જોશે. આ સાથે આ વિભાગની પોલિસી અને વિભાગનું મોનિટરીંગ પણ કરશે.  હાલના વિભાગો સાથે રાજ્ય સરકાર જે સુનિશ્ચિત કરશે તે વધારાના વિભાગની જવાબદારી પણ વિભાવશે. અઢિયાના મુખ્ય સલાહકાર બનવાથી વિભાગના કામમા ગતિ આવશે. હસમુખ અઢિયાની ઓળખ કદી ન થાકનાર અને સમસ્યા વચ્ચે ગમે તેમ કરીને રસ્તો કરનાર અધિકારી તરીકે થાય છે. માનવામાં આવે છે તેંમની નિમણૂંકથી મહત્વના પ્રોજેક્ટ અને યોજનોને વેગ મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ