બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Anti-social act with a girl in a wadi in Morbi, family members burnt the accused's house, complaint against 15

ફરિયાદ / મોરબીમાં વાડીમાં યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, પરિજનોએ સળગાવી નાખ્યું આરોપીનું ઘર, 15 સામે ફરિયાદ

Vishal Khamar

Last Updated: 09:26 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાંથી યુવતીનું અપહરણ કરી માર મારી શખ્શે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતને લઈ યુવતીનાં પરિવારજનો દ્વારા આરોપી શખ્સનાં ઘરને સળગાવી દેતા વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. ત્યારે આ બાબતે દુષ્કર્મ આચરનાર શખ્સની માતાએ 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

  • માળીયા મીયાણાનાં નાના દહીંસરા ગામે ઘર સળગાવવાની ઘટના
  • દુષ્કર્મ આચરનારા શખ્સની માતાએ નોંધાવી ફરિયાદ
  • 11 શખ્સો સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ

મોરબીમાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે યુવતી સાથે નાના દહીસરા ગામે વાડીમાં છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેની યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી બીજી બાજુ યુવતીના પરિવારજનો સહિતના લોકો એ નાના દહીસરા ગામે આરોપીના ઘરે તોડફોડ કરીને આગ લગાવી હતી. જેથી કરીને દુષ્કર્મના ગુનાના આરોપીની બહેને ૧૫ શખ્સોની સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

યુવતી ઈન્સ્ટાાગ્રામનાં માધ્યમથી યુવકનાં સંપર્કમાં આવી
સોશિયલ મીડિયા ના લીધે ઘણી વખત ગંભીર ગુના બને છે આવી જ એક ઘટના મોરબી જીલ્લામાં બનેલ છે જેમાં મોરબી માં ભાઈના ઘરે રહેતી ત્યકતા યુવતીના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તે યુવતી ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી નાના દહીંસરા ગામના ઇરફાન અલીભાઈ સુમરા ના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચીત અને વિડિયો કોલ થતાં હતા તેવામાં યુવતીના ભાઈને સમગ્ર હકીકતની જાણ થતા યુવતીએ ઇરફાન સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા જેથી કરીને ઇરફાને તે યુવતીને ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગ નું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ યુવતીનું પંચાસર રોડ ઉપરથી ગુરુવારે અપહરણ કર્યું હતુ.

છરીની અણીએ તે યુવતીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને આરોપી તેને નાના દહીંસરા ગામે તેના મામાની વાડીએ લઈ ગયો હતો ત્યાં યુવતીને માર માર્યો હતો. અને બાદમાં છરીની અણીએ તે યુવતીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેથી યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની જાણ થતાં હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી સિવિલે આવી ગયા હતા. અને આરોપી સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી લોકોને હૈયા ધારણા આપી હતી જેથી પોલીસે ભોગ બનેલ યુવતીની ફરિયાદ લઈને હાલમાં આરોપી ઇરફાન અલીભાઈ સુમરા (27) રહે. નાના દહીસરા વાળાની દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતના ગુનામાં ધરપકડ કરેલ છે.

યુવતીના પરિવારજનો દ્વારા યુવકનાં ઘરે તોડફોડ કરી
બીજી બાજુ આ ઘટના પ્રત્યાઘાત રૂપે આરોપી ઈરફાન સુમરાના ઘરે યુવતીના પરિવારજનો સહિતના ગયા હતા. ત્યારે તે લોકોના હાથમાં ધોકા, કુહાડી જેવા હથિયારો હતા અને પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિકની બોટલો પણ હતી. અને આરોપીના ઘરમાં ઘૂસીને તેની બહેન સહિતના પરિવારજનો ને ગાળો આપી હતી અને “તારા ભાઈ ઈરફાનને પતાવી દેવાનો છે” તેવી ધમકી આપી હતી તેમજ ઘરમાં રહેલ ફર્નિચર અને સરસામાન માં તોડફોડ કરી હતી. તેમજ ઘરમાં અને રીક્ષામાં આગ લગાવી હતી જેથી કુલ ચાર લાખનું નુકસાન થયું છે તેવી હાલમાં ઈરફાનની બહેન ઝરીનાબેન અલીભાઈ સુમરા (32) એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 15 શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે. જેથી કરીને પોલીસે હાલમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરુ કરી છે.

પી.એ. ઝાલા (ડીવાયએસપી, મોરબી)

સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ મોરબી જીલ્લામાં અત્યાર સુધીમા અનેક ચોકાવનારા કિસ્સા સામે આવી ગયા છે. તેવામાં વધુ એક બનાવ હાલમાં સામે આવેલ છે. જેમાં યુવતી સાથે મારા મારી, દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ત્યાર બાદ આરોપીના ઘરમાં આગચંપી સહિતના બનાવ બનેલ છે. ત્યારે સોશ્યલ મીડિયાનો આડેધડ ઉપયોગ કરનારા આ ઘટનામાંથી મોરબી સહિત રાજ્યમાં કોઈ બોધ લેશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ