વડોદરાના હાથીખાના વિસ્તારમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે 90 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીને શખ્સોની ધરપકડ કાર્યવાહી કરી છે. ઝડપાયેલા આરોપીઓ સામે રાયોટિંગ કાવતરું, હત્યાનો પ્રયાસ સહિત જાહેર મિલકતને નુકસાન કરવાની પણ કલમો ઉમેરી છે.
વડોદરાના હાથીખાનામાં પથ્થર મારાનો મામલો
સિટી પોલીસ સ્ટેશનના PI ડી.જે. સોસાએ નોંધાવી ફરિયાદ
80 થી 90 લોકોના ટોળા સામે નોધાવી ફરિયાદ
શુક્રવારે વડોદરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કેટલાક શખ્સોએ હાથીખાના વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એસીપી સહિત કેટલાક પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે હાથખાના વિસ્તારમા કોમ્બિંગ કર્યુ હતુ અને પથ્થરમારો કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
વડોદરાના હાથીખાનામાં પથ્થરમારાના મામલે સિટી પોલીસ સ્ટેશનના PI ડી.જે. સોસાએ ફરિયાદ નોંધાવી હતી. PI ડી.જે. સોસાએ 80થી 90 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાયોટિંગ, પબ્લિક પ્રોપર્ટીને નુકશાન સહિતની કલમો લગાવાઇ હતી.
નમાજ બાદ ટોળાએ પોલીસ પર કર્યો હુમલો
નમાજ બાદ ટોળાએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક શખ્સો તલવાર અને લોખંડની પાઇપ લઇને ધસી આવ્યા હતા. ત્યારે પોલીસે ટોળામાં આવેલા 36 આરોપીઓને ઓળખ કરી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે 90 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીને શખ્સોની ધરપકડ કાર્યવાહી કરી છે.