બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / વડોદરા / Another BJP worker attacked in Vadodara: Rakesh Patanwadia injured as two men beat him up

ફરિયાદ / વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો: બે શખ્સોએ મારામારી કરતા રાકેશ પાટણવાડિયા ઇજાગ્રસ્ત, જાણો શા કારણ

Malay

Last Updated: 12:03 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodra News: વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા પર 2 શખ્સોએ કર્યો હુમલો, હાથ અને પગના ભાગે ઈજાઓ થતા રાકેશ પાટણવાડિયાને કરાયા હોસ્પિટલમાં દાખલ.

  • વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો 
  • આરોપી બંટી અને ભરત હુમલો કરી ફરાર
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે. વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા પર બે શખ્સોએ હુમલો કરતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.

પર્સનલ લોન લેવી છે? મહિલાઓ ચેતજો, લોન તો નહીં મળે પણ તમારા ખિસ્સા 2-4 હજાર  સેરવી લેશે, વડોદરામાં ચેતવતી ઘટના " | Danteshwar of Vadodara cheated 230  women in the name of ...
ફાઈલ ફોટો

બહેનના ઘરેથી પરત આવતી વખતે હુમલો
મકરપુરા પોલીસસ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા ગત 5 ઓગસ્ટે રાત્રે બામણ ગામ તેમના બહેનના ઘરેથી પરત આવી રહ્યા હતા, ત્યારે વડોદરાના નોવીનો ત્રણ રસ્તા પાસે તેઓ મિત્રની રાહ જોઈને ઉભા હતા. 

2 શખ્સોએ રાકેશ પાટણવાડીયાને માર્યો માર  
આ દરમિયાન એક કાર આવીને આગળ ઉભી રહી અને કારમાંથી બંટી નામનો શખ્સ ઉતર્યો અને રાકેશભાઈ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જે બાદ તેઓએ ગાળો નહીં બોલવા જણાવતા તેણે ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ કારમાંથી ભરત તાંબે નામનો શખ્સ લાકડી લઈને ઉતર્યો હતો.

બંટી અને ભરત હુમલો કરી ફરાર
જે બાદ બંટી અને ભરતે બંનેએ થઈને રાકેશભાઈને ઢોરમાર માર્યો હતો. આ વેળાએ આજુબાજુના લોકો ભેગા થઈ જતાં બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બાદ રાકેશ પાટણવાડીયાને હાથ અને પગના ભાગે ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને શખ્સોએ જૂની અદાવતના લીધે ભાજપ કાર્યકર રાકેશ પાટણવાડીયા પર હુમલો કર્યો હતો. હાલ મકરપુરા પોલીસે ભરત અને બંટી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

 

વડોદરામાં કેવી રીતે થઈ ભાજપ કાર્યકર સચિન ઠક્કરની હત્યા? આરોપીઓને સાથે  પોલીસનું રિકન્સ્ટ્રક્શન | In the Sachin Thakkar murder case in Vadodara,  the police reconstructed the ...
સચિન ઠક્કર હત્યા કેસના આરોપી 

સચિન ઠક્કરની કરાઈ હતી હત્યા 
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વડોદરામાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગયો હતો. સચિન ઠક્કર પર કરાયેલા હુમલાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ મામલે ગોત્રી પોલીસે 3 આરોપી વાસિક અજમેરી, વિકાસ લોહાણા અને પાર્થ પરીખની ધરપકડ કરી હતી. વાહન પાર્કિંગની જૂની અદાવતમાં તેઓએ ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કરની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે ત્રણેયના રિમાન્ડ પૂર્ણ થતાં હાલ જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ