બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Another big win for Gujarat Titans in the 16th season of IPL

IPL 2023 / આવા દે.! કોઈ નથી ટક્કરમાં, દિલ્હીને ઘરમાં ઘૂસી રગદોળ્યું, ગુજરાત ટાઈટન્સની IPLની 16મી સિઝનમાં બીજી ભવ્ય જીત

Vishal Khamar

Last Updated: 11:59 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં, ગુજરાત ટાઇટન્સ (GT) એ તેમની સતત બીજી મેચ જીતી છે. તેણે દિલ્હી કેપિટલ્સ (DC) ને 6 વિકેટથી હરાવ્યું. આ સિઝનમાં ડેવિડ વોર્નરની કેપ્ટનશીપવાળી દિલ્હીની ટીમની આ સતત બીજી હાર છે.

  • IPL 2023 માં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી
  • ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવ્યું
  • ડેવિડ વોર્નરની કેપ્ટનશીપવાળી દિલ્હીની ટીમની આ સતત બીજી હાર

 મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. દિલ્હી ટીમ માટે વાઇસ કેપ્ટન અક્ષર પટેલ અને કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર ઇનિંગ રમી હતી. અક્ષરે 22 બોલમાં 36 રન બનાવ્યા હતા. જ્યારે વોર્નરે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાઇટન્સ તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમી અને સ્પિનર ​​રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફને 2 વિકેટ મળી હતી.

163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 18.1 ઓવરમાં 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ટીમ માટે 21 વર્ષીય સાઈ સુદર્શને 48 બોલમાં 62 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેમના સિવાય ડેવિડ મિલરે અણનમ 31 અને વિજય શંકરે 29 રન બનાવ્યા હતા. દિલ્હી ટીમ તરફથી એનરિક નોરખિયાએ 2 વિકેટ લીધી હતી.

મિશેલ માર્શે ગુજરાત ટાઇટન્સને 107 રનમાં ચોથો ઝટકો ત્યારે આપ્યો જ્યારે તેણે વિજય શંકર (29)ને LBW આઉટ કર્યો હતો. હવે દિલ્હી અને ગુજરાત વચ્ચેનો મુકાબલો અહીંથી અટકી જાય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની ટીમને જીતવા માટે 40 બોલમાં 56 રનની જરૂર છે.

ગુજરાતની ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. 54 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડી. ખલીલ અહેમદે હાર્દિક પંડ્યાનો કેચ પકડ્યો હતો. પંડ્યા 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ગુજરાત ટાઇટન્સને 22 રનમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ફાસ્ટ બોલર એનરિક નોરખિયાએ રિદ્ધિમાન સાહાને ક્લીન બોલ્ડ કર્યો હતો. સાહા 7 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ત્યારે  ગુજરાત ટાઇટન્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી ટીમ માટે વાઇસ કેપ્ટન અક્ષર પટેલ અને કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર ઇનિંગ રમી હતી. અક્ષરે 22 બોલમાં 36 રન બનાવ્યા હતા. જ્યારે વોર્નરે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાઇટન્સ તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમી અને સ્પિનર ​​રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફને 2 વિકેટ મળી હતી.

ફાસ્ટ બોલર અલઝારી જોસેફે દિલ્હી કેપિટલ્સને 67ના સ્કોર પર સતત 2 બોલમાં બે ઝટકા આપ્યા હતા. પ્રથમ કેપ્ટન ડેવિડ વોર્નર 37 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. તે પછી બીજા જ બોલ પર જોસેફે રિલે રોશૌને કેચ આઉટ કરાવ્યો હતો.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 37 રનમાં દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો આપ્યો હતો. શમીએ મિચેલ માર્શને ક્લીન બોલ્ડ કર્યો હતો. માર્શ 4 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. 

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ દિલ્હીની ટીમને 29 રન પર પહેલો ઝટકો આપ્યો હતો. શમીએ પૃથ્વી શૉને કેચ આઉટ કરાવ્યો હતો. પૃથ્વી શો 7 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. 

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે સારી શરૂઆત કરી હતી. મોહમ્મદ શમીએ પ્રથમ ઓવરમાં 7 વધારાના રન આપીને કુલ 11 રન આપ્યા હતા. દિલ્હીએ 2 ઓવરમાં 20 રન બનાવ્યા હતા. 

રિષભ પંતના સ્થાને અભિષેક પોરેલને ડેબ્યૂ કરવાની તક મળી છે. દિલ્હી કેપિટલ્સમાં રોવમેન પોવેલની જગ્યાએ એનરિક નોરખિયાને જગ્યા મળી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સમાં કેન વિલિયમસનના સ્થાને ડેવિડ મિલરને અને વિજય શંકરના સ્થાને સાઇ સુદર્શનને તક આપવામાં આવી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની 7મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ