બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Ankleshwar court sentenced the mother and her lover to life imprisonment

અંકલેશ્વર / સગી દીકરીને માતાએ તેના પ્રેમીની હવસનો બનાવી શિકાર, કોર્ટે ફટકારી આજીવન જેલ, સ્વર્ગથ પુત્રીને ન્યાય મળતા પિતાની આંખો છલકાઈ

Vishal Khamar

Last Updated: 05:04 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકલેશ્વરમાં પોતાની સગી પુત્રીને પ્રેમીની હવસનો શિકાર બનાવવા મજબુર કરેલી માતા અને તેના પ્રેમીને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

  • અંકલેશ્વર કોર્ટે માતા અને તેના પ્રેમીને ફટકારી આજીવન કેદની સજા
  • પુત્રી હયાત ન હોવા છતાં અપાયેલી સજાથી પિતાની આંખો ભરાઈ આવી
  • સગી પુત્રીને માતાએ પ્રેમીની હવસનો શિકાર બનવા મજબૂર કરી હતી

 અંકલેશ્વરમાં પોતાની સગી પુત્રીને પ્રેમીની હવસનો શિકાર બનાવવા મજબુર કરેલી માતા અને તેના પ્રેમીને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.જોકે અત્રે તેની પુત્રી આ દુનિયામાં હયાત નહિ હોવા છતાંય ન્યાયાધીશ દ્વારા કરાયેલી સજાથી તેના પિતાની આંખો ભરાઈ આવી હતી. 

મહિલા તેના પ્રેમીના મકાનમાં દિકરી સાથે રહેતી હતી
અંકલેશ્વરમાં માતાના નામને લાંછન લગાવતી ઘટનામાં માતા અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં વર્ષ 2017 માં પ્રથમ માસમાં ભારે ચકચાર જગાવનાર સગી માતા દ્વારા જ પોતાની પુત્રીને માતાએ તેના હવસખોર પ્રેમીના હવાલે કરવાના કિસ્સામાં આખરે સ્વર્ગથ પુત્રી અને તેના પિતાને ન્યાય મળ્યો છે.પલસાણા ખાતે પતિ સાથે રહેતી મહિલાને બે સંતાન હતાં. જોકે મહિલાને તેના પતિ જોડે આર્થિક પરિસ્થિતિના કારણે ઝઘડાઓ થતાં હોવાના કારણે બંનેયે 2015 માં રાજીખુશીથી છૂટાછેડા લઈ લીધા હતાં. તે સમયમાં મહિલાને જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેઓ લગ્ન વગર અંકલેશ્વર ONGC કોલોનીમાં પોતાના સંતાન સાથે રહેવા લાગ્યા હતાં.

મહિલાના પ્રેમીએ યુવતિ સાથે દુષ્કર્મ આચર્યું
આ સમય દરમિયાન એક રાત્રીના માતા સાથે સુતેલી સગીર પુત્રી સાથે માતા પ્રેમી જીતેન્દ્ર પટેલે અડપલાં કરવાની શરૂઆત કરી હતી.તે સમયે જાગી ગયેલી સગીરાએ તેનો વિરોધ કરીને સમગ્ર ઘટના તેની માતાને જણાવી હતી. પરંતુ પ્રેમમાં આંધળી બનેલી માતાએ પ્રેમીને ઠપકો આપવાના બદલે તારું શુ લૂંટાઈ જશે એ જે કરવા ઈચ્છે છે તે કરવા દેને એમ પણ આપણે તેના ઘરમાં રહીએ છે. જેથી હવસ ખોર પ્રેમીની હિંમત વધી જતાં પ્રેમી સગીરા જોડે દુષ્કર્મ આચરવાની શરૂઆત કરી હતી. માતાના પ્રેમીની વારંવારની યાતનાઓ વેઠીને ત્રાસી ગયેલી સગીરા સમય જોઈને પિતાની શોધમાં પલસાણા જતી રહી હતી. જ્યાં પિતા પાસે પહોંચ્યા બાદ સુનમુન બેસી રહેતી પુત્રીનો પિતાએ વિશ્વાસ જીતીને શુ બન્યું હોવાનું પૂછતા પુત્રી તૂટી પડતાં સમગ્ર ઘટનાની જાણ પિતાને કરતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. 

જીગર પંચાલ (સરકારી વકીલ)

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી
જેના બાદ પિતાએ સગીર પુત્રી જોડે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચી ગત 30 મી જાન્યુઆરી 2017 માં માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈ.પી.સી 376 હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. 
કોર્ટે ચૂદાકો સંભળાવતા પિતાની આંખો ભરાઈ આવી
જે ગુનામાં આજે 6 વર્ષ બાદ અંતે અંકલેશ્વર કોર્ટનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને સાંયોગિક પુરાવાને ગ્રાહ્ય રાખી વિદ્વાન જજ દ્વારા સમાજને દાખલ રૂપ માતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી હતી.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, આ સગીર પુત્રીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જ્યારે કોર્ટે આ હુકમ સંભળાવ્યો ત્યારે આ સમયે કોર્ટમાં હાજર પુત્રીના પિતાની આંખો ભરાઈ આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ