બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anjana Chowdhury Samaj's convention was held at Arbuda Dham

ચીમકી / વિપુલ ચૌધરીને છોડાવવા માટે આમરણ ઉપવાસ: મહેસાણામાં ચૌધરી સમાજના સંમેલનમાં કરાયું એલાન

Malay

Last Updated: 06:07 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્બુદા ધામ ખાતે યોજાયેલા આંજણા ચૌધરી સમાજના મહાસંમેલનમાં મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા ઉચ્ચારી ઉપવાસની ચીમકી. તેમણે જણાવ્યું કે, વિપુલ ચૌધરીને પાંચ દિવસમાં નહીં છોડવામાં આવે તો ગાંધીનગરમાં આમરણ ઉપવાસ કરવામાં આવશે.

  • અર્બુદા ધામ ખાતે આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું
  • મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
  • મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા કરી ઉપવાસની જાહેરાત

મહેસાણામાં અર્બુદા ધામ ખાતે આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ગામેગામથી ટ્રેક્ટર, ગાડીઓ, લક્ઝરી બસો લઈને ઊમટી પડ્યા હતા. આ મહાસંમેલનમાં પુરુષોની સાથે-સાથે આંજણા ચૌધરી સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ મહાસંમેલનનું આયોજનો અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનને ધ્યાનમાં રાખીને સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ 

ઠેર-ઠેર અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિ આવ્યા વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે.  આજે વિસનગરના બાસણા ગામે વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી.

વિપુલ ચૌધરીને છોડવવા કરી ઉપવાસની જાહેરાત

આ તકે મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને સમર્થન આપી ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી. મહંતે જણાવ્યું હતું કે, જો પાંચ દિવસમાં વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો ગાંધીનગરમાં આમરણ ઉપવાસ કરવામાં આવશે. 

ભગતસિંહ બનવા મજબૂર ન કરોઃઅર્બુદા સેનાના જિલ્લા મહામંત્રી

આ ઉપરાંત અર્બુદા સેનાના જિલ્લા મહામંત્રીએ જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી જે તરફ ઈશારો કરશે અમે તે તરફ અમે મતદાન કરીશું. અમારા સમાજના નેતાને જેલમાં પૂરી અમને ભગતસિંહ બનવા મજબૂર ન કરો તો સારી વાત છે. તેમણે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, અમારી એક જ માંગ છે કે વિપુલ ચૌધરીને કોઈપણ ભોગે મુક્ત કરવામાં આવે.  
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ