બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / anand mahindra decided to wrap up mahindra mahindras canada based associate

બિઝનેસ / રાષ્ટ્રપથમ: આનંદ મહિન્દ્રાએ અબજો રૂપિયાનું નુકસાન વેઠી કેનેડાથી સમેટી લીધો કારોબાર, લોકોએ આપી શાબાશી

Arohi

Last Updated: 09:15 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand Mahindra Wrap Bussiness In Canada: કેનેડા- ભારત વિવાદની વચ્ચે દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ મોટી જાહેરાત કરી છે. મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડામાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.

  • ભારત અને કેનેડાની વચ્ચે વધ્યો તણાવ 
  • આનંદ મહિંદ્રાએ નુકસાન વેઠી કેનેડાથી સમેટી લીધો કારોબાર
  • મહિંદ્રાની આ કંપનીમાં 11.18 ટકાની ભાગીદારી

છેલ્લા થોડા દિવસોથી કેનેડા અને ભારતની વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. બન્ને દેશોની વચ્ચે વધતા ટેન્શનની અસર વ્યાપાર પર જોવા મળી રહી છે. બન્ને દેશોની વચ્ચે વધતા સ્ટ્રેસની વચ્ચે બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ પણ એક મોટો નિર્ણય કર્યો છે. 

આનંદ મહિંદ્રાની કંપની મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડા બેસ્ડ કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશન સાથે પોતાની ભાગીદારીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની આ કંપનીમાં મહિંદ્રા એન્ડ મહિંદ્રાની 11.18 ટકાની ભાગીદારી છે. 

કંપનીએ આ કારણે લીધો નિર્ણય
હકીકતે મહિંદ્રા એન્ડ મહિંદ્રાની સબ્સિડિયરી કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશને કેનેડામાં પોતાનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી છે. મહિંદ્રાનો આ નિર્ણય તે સમયે આવ્યો છે જ્યારે કેનેડા અને ભારતની વચ્ચે તણાવ ચરમ પર છે. 

બન્ને દેશોની વચ્ચે કૂટનૈતિક લડાઈ ચાલી રહી છે. એવામાં લોકો મહિંદ્રાના નિર્ણયને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે કંપનીએ આ નિર્ણય વોંલ્ટ્રી બેસિસ પર લીધો છે. કંપની બંધ થવાના કારણે કેનેડાની અર્થવ્યવસ્થાને ઝટકો લાગશે. 

કંપનીએ ભાગીદારી પર લગાવ્યું ફૂલસ્ટોપ
મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડાની કંપની રેસન એયરોસ્પેસ સાથે પોતાના સંબંધ તોડી નાખ્યા છે અને પોતાની 11.18%ની ભાગીદારીને પુરી કરી નાખી છે. હકીકતે રેસન એયરોસ્પેસે કેનેડામાં અરજી આપીને પોતાનો વ્યાપાર બંધ કરવાની જાહેરાત કરી છે. હવે મહિંદ્રાએ કંપનીથી પોતાના સંબંધ પુરા કરવાનો નિર્ણય લીધો છે. 

મહિંદ્રાએ તેની જાણકારી સેબીને આપી. તેમણે જણાવ્યું કે તેમને રેસનથી કંપની બંધ થવાની સૂચના મળી છે. રેસનના બંધ થવા પર મહિંદ્રાને 2.8 મિલિયન કેનેડિયન ડોલર એટલે કે લગભગ 28.7 કરોડ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે રેસન એયરોસ્પેસના બંધ થવાથી મહિંદ્રાના વ્યાપાર પર વધારે અસર નહીં પડે. પરંતુ આ ખબર ત્યારે સામે આવી છે જ્યારે ભારત અને કેનેડાની વચ્ચે તણાવ છે. એવામાં લોકો આ નિર્ણયને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે.  

કંપનીએ ઓપરેશન કર્યું બંધ 
મહિંદ્રા એન્ડ મહિંદ્રાની તરફથી શેર બજારને તેની જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે 20 સપ્ટેમ્બરથી રેસન એયરોસ્પેસ કોર્પોરેશન, કેનેડામાં પોતાના વ્યાપારને બંધ કરી રહી છે. તેની મંજૂરી માટે બધા જરૂરી દસ્તાવેજ મળી ગયા છે. 

કંપનીને તેની સૂચના આપવામાં આવી છે. જેમાં મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કહ્યું છે કે તેની કેનેડા બેસ્ડ કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશનમાં પોતાનું ઓપરેશન બંધ કર્યું છે. કંપનીએ સ્વૈચ્છિક રીતે ઓપરેશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

તમને જણાવી દઈએ કે રેસન એગ્રીકલ્ચર સાથે જોડાયેલા ટેક સોલ્યૂશન બનનાર કંપની છે. મહિંદ્રા એન્ડ મહિંદ્રા પણ ખેતી સાથે જોડાયેલા પ્રોડક્ટ્સ બનાવે છે. જોકે મહિંદ્રા એન્ડ મહિંદ્રાના આ નિર્ણયની અસર તેમના શેરો પર જોવા મળી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

canada mahindra mahindras wrap up કેનેડા ભારત મહિંદ્રા એન્ડ મહિંદ્રા anand mahindra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ