બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / An open thread for mineral thieves in Gujarat: Illegal mining, workers losing their lives, but the mouth of the geological department is closed due to the force of rupees! When the reins?

મહામંથન / ગુજરાતમાં ખનીજ ચોરોને ખુલ્લો દોર : ગેરકાયદે ખનન, જીવ ગુમાવતા શ્રમિકો, પણ રૂપિયાના જોરે ભૂસ્તર વિભાગનું મોઢું બંધ! લગામ ક્યારે?

Dinesh

Last Updated: 08:48 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન : થાનગઢથી જામવાડીના રસ્તે બેફામ ખનીજ ચોરી ચાલી રહી હતી જેમાં અજુગતી ઘટના બની. બ્લાસ્ટિંગ દરમિયાન ભેખડ ધસી પડતા કામ કરતા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા અને એક શ્રમિકનું મૃત્યુ થયું

  • રાજ્યમાં ખનીજ ચોરોને ખુલ્લો દોર 
  • જીવલેણ ખનીજ માફિયાઓ પર અંકુશ ક્યારે?
  • ભૂસ્તર વિભાગને કેમ નથી ગાંઠી રહ્યા ખનીજ માફિયા

ખનીજ માફિયાની દાદાગીરીના બનાવ સમયાંતરે રાજ્યમાં બનતા જ રહે છે, હવે સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે કે ખનીજ માફિયાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ વખતે પણ મોટેભાગે હોય છે તેમ ખનીજ ચોરીના કેન્દ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો હતો. થાનગઢથી જામવાડીના રસ્તે બેફામ ખનીજ ચોરી ચાલી રહી હતી જેમાં અજુગતી ઘટના બની. બ્લાસ્ટિંગ દરમિયાન ભેખડ ધસી પડતા કામ કરતા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા અને એક શ્રમિકનું મૃત્યુ થયું. એવો પણ આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો કે આદિવાસી શ્રમિકોને ફોસલાવીને કામ કરાવાતું હતું, એટલુ જ નહીં પણ ખોદકામ કરતા શ્રમિકોને સલામતીના કોઈ જાતના સાધન પુરા નહતા પાડવામાં આવ્યા. ખનીજ માફિયાઓની લાલચ એટલી હદે વધી ગઈ છે કે શ્રમિકોના જીવન સાથે રમત રમાઈ રહી છે. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે શ્રમિકોના મૃત્યુને પણ અકસ્માતમાં ખપાવી દેવાનો હીન પ્રયાસ કરવામાં આવે છે. કૌભાંડ, ભ્રષ્ટાચાર અને મિલીભગતની એક ચેઈન છે જે એટલી હદે સક્રિય અને મજબૂત છે કે તેનો તોડ કોઈ પાસે નથી. સવાલ એટલો જ છે કે માત્ર દાદાગીરી જ નહીં પણ લોકોનો જીવ લેતા લાલચુ ખનીજ માફિયાઓ જે નિરંકુશ બની ચુક્યા છે તેના ઉપર અંકુશ ક્યારે આવશે.

ખનીજ માફિયાઓએ કાળો કેર 
ફરી એકવાર ખનીજ માફિયાઓએ કાળો કેર વર્તાવ્યો છે. આ વખતે પણ ખનીજ ચોરીનું કેન્દ્ર સુરેન્દ્રનગર હતું. સુરેન્દ્રનગરમાં ફરી ગેરકાયદે ખનની ઘટના બની છે. આ વખતે ગેરકાયદે ખનન દરમિયાન દુર્ઘટના થઈ અને દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થયું છે. બ્લાસ્ટિંગ દરમિયાન જમીન ધસી પડતા એક શ્રમિકનું મૃત્યુ થયું છે. ખાણ માફિયાઓ દિવસે ને દિવસે બેફામ થઈ રહ્યા છે. ખાણ માફિયાઓને કાયદો-વ્યવસ્થાનો કોઈ ડર જ નથી તેમજ દરોડાની કાર્યવાહી થાય છે પછી જૈસે થે જેવી સ્થિતિ સર્જાશે.

સુરેન્દ્રનગરમાં શું બન્યું?
થાનગઢના જામવાળી પાસે ગેરકાયદે ખનન ચાલતું હતું. બ્લાસ્ટિંગ બાદ ભેખડ ધસી પડી જેથી શ્રમિક દટાઈ ગયા અને સારવાર દરમિયાન ગજેન્દ્ર નામના શ્રમિકનું મૃત્યુ છે. ખાણ માલિક કાના ભરવાડ સામે ગુનો નોંધાયો છે. સોભન જમોરા નામના ફરિયાદીએ ફરિયાદ કરી, IPCની કલમ 304 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધાયો છે. 

જીવલેણ ખનીજ માફિયાઓથી દૂર રહેજો
ખનીજ માફિયાઓની લાલચ હદ વટાવી રહી છે તેમજ ગેરકાયદે ખાણમાં કામ કરતા શ્રમિકોના જીવ ઉપર આવી બન્યું છે. થાનગઢના જામવાળીમાં થયેલી દુર્ઘટનામાં પણ આવું જ બન્યું છે. ખનન માફિયાઓએ શ્રમિકોને ફોસલાવીને કામે રાખ્યાનો આરોપ છે. કૂવો ખોદવા હેલ્મેટ કે સુરક્ષાના કોઈ સાધનો અપાયા નહતા. સલામતીના કોઈ સાધનો ન હોવાથી શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ છે. સારવાર દરમિયાન એક શ્રમિકનું મૃત્યુ થયું છે. 

આરોપ ગંભીર, કાર્યવાહી ક્યારે?
સુરેન્દ્રનગરમાં દર વર્ષે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી છે. સરકારી ખરાબાની જમીન કે ખાનગી જમીન બંને જગ્યાએ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. 150થી 200 ફૂટની ઊંડાઈએ જઈ સુરંગ બનાવાઈ અને સુરંગ 1 થી 2 કિલોમીટર લાંબી છે. સુરંગમાં ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂતકાળમાં પણ શ્રમિકોના મૃત્યુના બનાવ બન્યા છે. શ્રમિકોના મૃત્યુને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. મામલતદાર, કલેક્ટર, SP સુધી સ્થાનિકોએ રજૂઆત કરી છે. સ્થાનિકોએ સેટેલાઈટ તસ્વીર સાથે મામલતદાર, કલેક્ટરને પુરાવા આપ્યા છે. વહીવટીતંત્રને ખનીજ ચોરીની વીડિયોગ્રાફી પણ આપવામાં આવી છે

ખનીજ ચોરી
નદીમાંથી બેરોકટોક ખનીજ ચોરી થઈ છે.  સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી બેરોકટોક થઈ રહી છે. સુરેન્દ્રનગરની વચ્ચેથી પસાર થતી ભોગાવો નદીમાં પણ ખનીજ ચોરી તેમજ ખનન માફિયા બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. સ્થાનિકોએ ખનીજ ચોરીનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. માત્ર ખનીજ ચોરી જ નહીં પરંતુ નદીમાં કચરો પણ ઠલવાઈ રહ્યો છે. નગરપાલિકા રૂપિયા બચાવવા નદીમાં કચરો ઠાલવે છે

રાજ્યમાં ખનીજ માફિયા બેફામ
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ અને 5 વર્ષમાં રાજ્યમાં ખનીજ ચોરીના 40483 કેસ

ખનીજ ચોરીના કેસ અને વસૂલાત

વર્ષ 2018-19
કેસ 7734
વસૂલાત 10988.42 લાખ
   
વર્ષ 2019-20
કેસ 7446
વસૂલાત 10634.61 લાખ
   
વર્ષ 2020-21
કેસ 7155
વસૂલાત 10322.84 લાખ
   
વર્ષ 2021-22
કેસ 8672
વસૂલાત 14064.26 લાખ
   
વર્ષ 2022-23
કેસ 9476
વસૂલાત 19907.86 લાખ

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ