બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An important decision, extending the deadline for direct purchase from farmers in the state

મોટા સમાચાર / મહત્વનો નિર્ણય, રાજ્યમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદામાં વધારો

Malay

Last Updated: 02:50 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big decision of Gujarat Government: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદીમાં એક મહિનાનો સમય વધાર્યો છે. હવે 15 જુલાઈ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

 

  • રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર
  • ટેકાના ભાવે ખરીદીમાં સમય વધારાયો
  • 15 જુલાઈ સુધી ટેકાના ભાવે કરાશે ખરીદી

‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન 2023-24માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા.15 જૂન-2023 સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા. 15 જુલાઈ-2023 એટલે કે વધુ એક માસ સુધી લંબાવવામાં આવી છે. 

વાવાઝોડાના કારણે અત્યારે ખરીદી મોકૂફ રખાઈ
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી તા. 14 જૂન-2023થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી, ફટાફટ જાણી લો છેલ્લી  રજીસ્ટ્રેશન તારીખ | Spokesperson Minister Rushikesh Patel big statement  about support prices

ટેકાના ભાવે ખરીદીમાં એક મહિનાનો સમય વધાર્યો
વધુમાં રાજ્યમાં પરિસ્થિતિ અનૂકુળ થયેથી નિયત પદ્ધતિ મુજબ ટેકાના ભાવે રાબેતા મુજબ વિવિધ કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે, જેની તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ