બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 08:47 PM, 8 October 2023
ADVERTISEMENT
રાજ્યમાં સસ્તી લોકપ્રિયતા મેળવવાના ચક્કરમાં લોકો સોશિયલ મીડિયા માટે જોખમી વીડિયો બનાવીને પોતાના જીવ જોખમમાં મુકે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે હાલના યુવાનો પતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકી રિલ બનાવી રહ્યા છે. તો કેટલાક યુવાનો બેફામ ઓવરસ્પીડમાં વાહન ચલાવી અકસ્માતને નોતરે છે. ત્યારે આવા જ બે વીડિયો સામે આવ્યા છે. જેમાં સુરતના રિંગરોડ પર પૂરપાટ ઝડપે જતો બાઈકચાલક કાબૂ ગુમાવતા અકસ્માત થાય છે.
સુરતમાં ફૂલ સ્પીડે બાઈક બ્રિજની ગ્રીલ સાથે અથડાયું, તો બનાસકાંઠામાં રિલ્સના ચક્કરમાં છૂટા હાથે યુવાનોની સવારી#surat #accident https://t.co/7xNL3ApQnA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 8, 2023
ADVERTISEMENT
જીવના જોખમે રિલ્સ બનાવી
સુરતના રિંગરોડ પર યુવક ચાલુ બાઇકમાં રોડ પર પટકાય છે. તો બીજી તરફ બનાસકાંઠાના થરાદમાં બાઈક પર સવાર બે શખ્સોએ જીવના જોખમે રિલ્સ બનાવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમા અન્ય એક બાઈક ચાલકે હાથ છૂટા રાખીને રિલ બનાવી રહ્યો છે. ત્યારે આ મામલે થરાદ પોલીસે બંને શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
અગાઉ પણ નબીરા ઝડપાયા હતા
અગાઉ પણ બનાસકાંઠામાં જોખમી રિલ્સ બનાવનાર બે યુવકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ-સાંચોર હાઈવે પર ઈકો કાર પર બેસી જોખમી રિલ્સ બનાવી હતી. જોખમી રિલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. થરાદ પોલીસે રિલ્સ બનાવનાર બંને યુવક મનોજ દરજી અને યાસીન નામનાં બે શખ્શની અટકાયત કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.