બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An abandoned child found in this village of Gujarat

માસુમ / તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત, હવે ગુજરાતના આ ગામમાંથી નવજાત મળી આવતા ચકચાર

Kiran

Last Updated: 03:01 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે.

  • રાજ્યમાં બાળકને તરછોડવાની વધુ એક ઘટના
  • સાબરકાંઠાના તલોદમાં તરછોડાયેલું બાળક મળ્યું
  • બાળકની સિવિલમાં ચાલી રહી છે સારવાર

ગુજરાતમાં તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે..સાબરકાંઠાના તલોદમાંથી એક નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી ગયો છે.. આ બાળકોને કોણ રસ્તે રઝળતા મુકી ગયું તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.. 



 

સાબરકાંઠાના તલોદમાં તરછોડાયેલું બાળક મળ્યું

તલોદમાંથ રોડની સાઈડમાં નવજાત ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, હાલ તો બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.. પરતું રાજ્યમાં બાળકને તરછોડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં આવા કિસ્સા વધવાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.. પોલીસ  દ્વારા બાળકના માતા પિતાને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. બાળકને કોઈએ અપહરણ કરીને રોડ પર ત્યજી દીધુ કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.. 

તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત

મહત્વનું છે કે રાજ્યમાં બાળક તરછોડવાની કિસ્સા વધી રહ્યા છે. આ અગાઉ નડિયાદમાં પણ નવજાત બાળકને અનાથ આશ્રમમાં તરછોડી દેવાની ઘટના સામે આવી હતી.. અજાણી વ્યક્તિ બાળકને આશ્રમમાં  મુકી ચાલી ગઈ હતી.. તરછોડાયેલા બાળકની તબિયત નાજુક હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું..જે બાદ અનાથ આશ્રમના સંચાલકોએ બાળ સુરક્ષા વિભાગ અને પોલીસને જાણ કરી હતી.. અમદાવાદમાં 5 નવેમ્બરે એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી, તે પહેલા પણ 14 ઓક્ટોબરે શ્રીનંદ સિટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાડીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવ્યું હતું. સમાજમાં માનવીય મૂલ્યોનું કેટલી હદે પતન થઈ ગયુ છે, તે બાળક ત્યજી દેવાની ઘટના પરથી જોઈ શકાય છે અગાઉ પણ ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી જેમાં ઘટનાનો પર્દાફાશ થતા બાળકની માતાની હત્યા બાદ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ