બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An 18-year-old youth died of a heart attack in Junagadh while working in a garden

કરુણાંતિકા / જૂનાગઢમાં 18 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત, બગીચામાં કામ કરતા કરતાં જીવ જતો રહ્યો, એક દિવસમાં 2જી ઘટના

Dinesh

Last Updated: 05:28 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી અવસાન થયું છે, જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામે 18 વર્ષીય યુવક જીગ્નેશ વાજાનું હોર્ટ એટેકથી મૃત્યુ થયું છે

  • જૂનાગઢમાં 18 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મૃત્યુ
  • નારિયેળીના બગીચામાં આવ્યો એટેક
  • જીગ્નેશ વાજા નામના યુવાનનુ મૃત્યુ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામે 18 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. નારિયેળીના બગીચામાં કામ કરતા સમયે જીગ્નેશ વાજા નામના યુવાનનુ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. 

હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી,  સ્ટેજપર સ્પીચ આપતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ ટળી પડવાની સાથે મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.  જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામે માત્ર 18 વર્ષીય યુવક હોર્ટ એટેકથી મોત થયું છે તો બીજી ઘટના રાજકોટમાં બની છ. SGVP ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો, જેનું સારવાર દરમિયાન જ મૃત્યું થયું છે.

હાર્ટ ઍટેક આવવાના શું કારણો છે?
હાર્ટ ઍટેક  આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ ઍટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે. 

લગ્ન કે પ્રસંગમાં વાગતું DJ બન્યું હાર્ટનું દુશ્મન? એક બાદ એક ઘટનાઑ બાદ નવી  સ્ટડીમાં ખુલાસો | DJ playing at a wedding or event became the enemy of the  heart? One incident

એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું ?
કોરોના સ્પેશિયાલિસ્ટ તને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/હાર્ટ-એટેક' title='હાર્ટ એટેક'>હાર્ટ એટેક</a> આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

હાર્ટ એટેકમાં વધારો થવાના કારણો 
ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ...

  • સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
  • પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.
  • ખરાબ ડાયેટઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.
  • જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.
  • વ્યાયામનો અતિરેકઃ તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.
  • જોખમી પરિબળોની હાજરી: ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધુ પડતું ધૂમ્રપાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે.
     


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ