બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Amreli river flooded due to heavy rains, 5 were trapped when the truck got stuck in the rushing stream

કમોસમી વરસાદ / ભારે વરસાદથી અમરેલીની નદીમાં આવ્યું પૂર, ધસમસતા પ્રવાહમાં ટ્રક તણાતાં 5 ફસાયા, રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયાં,જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 08:27 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે પણ વલસાડ, પાટણ તેમજ રાજુલામાં છુટો છવાયો વરસાદ વરસવા પામ્યો હતો. ત્યારે વલસાડ જીલ્લાનાં વાતાવરણમાં આજે પલ્ટો આવ્યો હતો. કમોસમી વરસાદનાં કારણે કેરીનાં પાકમાં નુકસાનની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.

  • વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો
  • નાનાપોંઢા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ
  • કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ

વલસાડ જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. નાના પોંઢા અને આસપાસનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે ચોમાસે જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદથી કેરીનાં પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. 

વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ

પાટણ જીલ્લાનાં વાતાવરણાં અચાનક પલ્ટો આવ્યો હતો. સિદ્ધપુરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સિદ્ધપુરમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. સિદ્ધપુરમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા હતા.

 

ધસમસતા નદીના પ્રવાહ વચ્ચે ટ્રક તણાઇ
અમરેલીનાં રાજુલામાં ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં બાબીધાર બર્બટાણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બાબરીયાધારની નદીમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ધસમસતા નદીના પ્રવાહ વચ્ચે ટ્રક તણાઈ હતી. ત્યારે GRD જવાનોએ 5 વ્યક્તિને નદીમાં રેસ્કયૂ કરીને બચાવ્યા હતા.

લોધિકા તાલુકાના અને પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ 
રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. લોધિકા તાલુકાના અને પડધરી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પડધરી તાલુકાના ઈડર તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. લોધિકાના લક્ષ્મી ઈટાળા પામભર ઈટાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનાં કારણે તલી, મગ સહિતનો ઉનાળુ પાકને નુકશાન જવાની ભીંતી સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ