બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachchan reveals how he quit alcohol and cigarette

મનોરંજન / 'મેં આ રીતે છોડી દારૂ અને સિગારેટ...', અમિતાભ બચ્ચને બતાવી એકઝાટકે વ્યસન છોડવાની ટ્રીક

Arohi

Last Updated: 03:31 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan: "પીવાની વચ્ચે દારૂના ગ્લાસને છોડી દો. તમારી 'સિગી'ને પોતાના હોઠોથી દબાવીને ક્રશ કરી નાખો." અમિતાભ બચ્ચને જણાવ્યું કે કઈ રીતે તેમણે દારૂ અને સિગારેટ પીવાનું છોડ્યું.

  • અમિતાભ બચ્ચને શેર કર્યો પોતાનો અનુભવ 
  • આ રીતે છોડ્યુ દારૂ અને સિગારેટ 
  • બ્લોગ પર જણાવી પર્સનલ વાત 

અમિતાભ બચ્ચન રેગ્યુલર બ્લોગ લખે છે. તેમાં તે પોતાની ઘણી પર્સનલ વાતો લખે છે. જે કોઈ ઈન્ટરવ્યૂ કે મીડિયા ઈન્ટરેક્શનમાં તેમની પાસેથી જાણવા નથી મળતી. રવિવારે તેમણે પોતાના બ્લોગ પર જણાવ્યું કે તેમણે દારૂ પીવાની શરૂઆત ક્યારે કરી હતી. 

સાથે જ તેમણે દારૂ અને સિગરેટ પીવાનું કેમ છોડી દીધુ તે પણ તેમણે જણાવ્યું. બચ્ચને જણાવ્યું કે તેમને શરૂઆતમાં જ ખબર પડી ગઈ હતી કે તેમનાથી શું ઈફેક્ટ્સ થશે. પરંતુ તેમ છતાં તે સોશિયલ ડ્રિંકિંગ કરતા હતા. જોકે તેમણે દારૂ કે સિગરેટ કોઈના દબાણમાં આવીને નથી છોડ્યા. પરંતુ તે તેમની પર્સનલ ચોઈસ હતી. 

અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું- 
"પ્રેક્ટિકલ શબ્દ સાંભળતા જ સ્કૂલની યાદ આવી જાય છે. જ્યાં આ શબ્દને સાયન્સ લેબમાં થતી પ્રેક્ટિકલ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. એલીમેન્ટ્સને મિક્સ કરતા, ફિઝિક્સ લેબમાં મુકેલા ગેજેટ્સની સાથે રમવું. કોલેજ લાઈફ ચાલી રહી હતી."

તેમણે આગળ લખ્યું, "જે દિવસે મારી ગ્રેજ્યુએટ ડિગ્રીનું છેલ્લુ પેપર હતું. તે દિવસે અમુક ક્લાસમેટ લોકોને લેબમાં મુકેલી પ્યોર આલ્કોહોલની સાથે સેલિબ્રેટ કરી. એક્સપેરિમેન્ટની રીતે વધારે બિમાર પડી ગયા અને આ ઘટનાની સાથે જીવનમાં ખૂબ જલ્દી આ વાત સમજાઈ ગઈ કે આલ્કોહોલનો પ્રભાવ શું હોય છે."

પોતાને 'સોશલ ડ્રિંકર' કહેતા અમિતાભ 
આ પહેલી વખત હતું જ્યારે અમિતાભે અભ્યાસથી ઈતર આલ્કોહોલનનો ઉપયોગ કરવાની રીત સમજી. જ્યારે તે કલકત્તામાં જોબ કરતા હતા. તે સમયે તે પોતાને 'સોશલ ડ્રિંકર' કહેતા હતા. દારૂ અને સિગરેટ છોડવાના નિર્ણય પર અમિતાભે લખ્યું- 

"હું એ નહીં કહૂ કે મેં નથી પીધી. જોકે ઘણા વર્ષ પહેલા તેને છોડવાનો સંકલ્પ મે જાણીજોઈને નથી લીધો. તે મારી પર્સનલ ચોઈસ હતી. તે મારૂ આચરણ હતું. જી હું નથી પીતો. પરંતુ આ વાત અનાઉન્સ કરવાની શું જરૂર."

નશો છોડવાની અમિતાભે જણાવી રીત 
"આ વસ્તુ સિગારેટ સાથે પણ થઈ. ત્યારે હું જોબમાં ફ્રી હતો. ખૂબ ઉપયોગ કર્યો. પછી અચાનક છોડવાનો નિર્ણય કર્યો અને તેને છોડવાની રીતે ખૂબ સિંપલ છે. પીવાની વચ્ચે દારૂનો ગ્લાસ મુકી દો. તમારી 'સિગી'ને પોતાના હોઠથી દબાવીને ક્શ કરી નાખો. બન્ને કામ એક જ સમય પર. સાયોનારા!"

"આ તેનાથી પીછો છોડાવવાની સૌથી સારી રીત છે. પાર્ટ ટાઈમમાં પણ ઉપયોગ ન કરો. એક વખતમાં છોડી દો. એક જ વખતમાં કેન્સરને કાઢી નાખવા જેવું છે. એક ઝટકામાં થઈ જશે આ કામ. મન જેટલુ વિચલીત થશે તેટલું જ આવી આદત યથાવત રહેશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ