બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / AMIT SHAH IN PARLIAMENT 9 AUGUST TALKED ABOUT NO CONFIDENCE MOTION, JAMMU KASHMIR AND ATTACKED ON RAHUL GANDHI

સંસદ / લોકસભામાં રાહુલ પર ભયંકર રીતે કોપાયમાન થયા અમિત શાહ, વીણીવીણીને કર્યાં ટાર્ગેટ, જાણો 10 મોટી વાતો

Vaidehi

Last Updated: 07:48 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે વિવિધ મુદાઓ પર વાતચીત કરતાં કોંગ્રેસ સહિત વિપક્ષ પર પ્રહારો કર્યાં.

  • લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનું ભાષણ
  • વિપક્ષ અને તેમની કહેલી વાતો પર સાધ્યું નિશાન
  • અવિશ્વાસનાં પ્રસ્તાવથી લઈ જમ્મૂ-કાશ્મીર મુદાનો ઉલ્લેખ

લોકસભામાં અવિશ્વાસનાં પ્રસ્તાવ પર બુધવારે ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે જનતાની વચ્ચે સરકાર પ્રતિ કોઈ અવિશ્વાસ નથી. તેમણે કોંગ્રેસની સરકારને ટાર્ગેટ કરતાં તે સમયનાં ભ્રષ્ટાચારનાં કિસ્સાઓ ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું કે," કોંગ્રેસ સરકાર દરમિયાન ભારતીય રાજનીતિમાં 3 દાગ હતાં- ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણ."

સદનમાં ગૃહમંત્રી અમિત શાહે કહેલી 10 મહત્વની વાતો

1. આઝાદી બાદ મોદી સૌથી લોકપ્રિય PM 
અત્યારસુધી લોકસભામાં 27 અવિશ્વાસ અને 11 વિશ્વાસનાં પ્રસ્તાવ આવ્યાં છે. PM મોદીનાં મંત્રીમંડળમાંથી કોઈને અવિશ્વાસ નથી. હું દેશભરમાં ફરું છું, જનતાની સાથે અનેક જગ્યાઓ પર સંવાદ પણ કરું છું. જનતાની વચ્ચે આ સરકારને લઈને ક્યાંય અવિશ્વાસ નથી. આઝાદી બાદ કોઈ સરકાર પર જનતાને સૌથી વધુ વિશ્વાસ હોય તો તે નરેન્દ્ર મોદીની સરકાર છે. આઝાદી બાદ સૌથી વધુ લોકપ્રિય પ્રધાનમંત્રી જો કોઈ હોય તો તે નરેન્દ્ર મોદી છે. આ હું નથી કહી રહ્યો આ સમગ્ર દુનિયા બોલી રહી છે.

2. ભારતીય રાજનીતિનાં 3 દાગ
"9 ઑગસ્ટનાં દિવસે મહાત્મા ગાંધીએ અંગ્રેજો ભારત છોડોનાં નારા લગાવ્યાં હતાં. પરંતુ તે બાદ ભારતીય રાજનીતિમાં 3 દાગ હતાં- ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણ. PM મોદીએ આ તમામ દાગને દૂર કર્યાં છે. તેમણે આજે નારા આપ્યાં છે- ભ્રષ્ટાચાર ક્વિટ ઈન્ડિયા, પરિવારવાદ ક્વિટ ઈન્ડિયા, તુષ્ટીકરણ ક્વિટ ઈન્ડિયા."

3.ત્રણ પ્રસ્તાવોનો ઉલ્લેખ
"અવિશ્વાસનાં પ્રસ્તાવથી ગઠબંધનનો ચહેરો ઉજાગર થાય છે. આજે 2 અવિશ્વાસ પ્રસ્તાવ અને 1 વિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરીશ. વર્ષ 1993માં કોંગ્રેસની નરસિમ્હા રાવ સરકાર હતી. સરકાર અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી ગઈ પરંતુ તે બાદ અનેક લોકોને જેલ થઈ કારણકે JMMને લાંચ આપીને પ્રસ્તાવ પર વિજય મેળવ્યો હતો. આજે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચા એકસાથે છે. 2008માં મનમોહન સરકાર વિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી. તે સમયે સાંસદોને કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી. જો કે ત્યારે સરકારને બચાવી લેવાયું હતું.  અટલજીની સરકાર હતી, અમારી સરકાર હતી અને તેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો. જે કોંગ્રેસે કર્યું તે અમે પણ કરી શકતાં હતાં લાંચ આપીને સરકાર બચાવી શકતાં હતાં પરંતુ અમે એવું નથી કર્યું. અટલજીએ પોતાની વાત રાખી અને સંસદનો જે નિર્ણય હોય તે માનવાનું નક્કી કર્યું."

4. ઋણ માફ નથી કરતાં, ઘરે શૌચાલય આપીએ છીએ
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ગરીબી હટાઓનો નારો આપ્યો પરંતુ ગરીબી તેવીને તેવી જ રહી. PM મોદીએ આ સમસ્યાને સારી રીતે સમજ્યું કારણકે તેમણે પોતે ગરીબી જોઈ છે. 9 વર્ષનાં શાસનકાળમાં 11 કરોડથી વધારે પરિવારોને શૌચાલય મળ્યું. હર ઘર જલ યોજનાથી 12 કરોડથી વધારે લોકોનાં ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. કોંગ્રેસ ઋણ માફ કરવાની લોલીપોપ આપતી હતી પરંતુ અમે ઋણ માફ કરવામાં માનતા નથી. અમે તેમને ઋણ લેવું જ  ન પડે  તે માટે કામ કરીએ છીએ.

5.નીતીશ પર હુમલો
અમિત શાહે કહ્યું કે અમે જ્યારે ગરીબો માટે જનધન યોજના લઈને આવ્યાં ત્યારે નીતીશ કુમારે અમારો મજાક ઊડાવ્યો હતો. કહ્યું કે 'એકાઉન્ટ તો ખોલી દીધાં, અંદર શું નાખશો, કમાણી તો કરાવો.' નીતીશ બાબૂ, આજે મારી આ વાત સાંભળી લો. 49 કરોડ 64 લાખ બેંક ખાતાઓ ખૂલ્યાં છે જેમાં 2 લાખ કરોડ ગરીબો જમા થયાં છે. કેન્દ્ર-રાજ્ય સરકારની 300થી વધારે યોજનાઓનાં પૈસા ડાયરેક્ટ આ જ ખાતાઓમાં ટ્રાંસફર થાય છે. 

6. નામ લીધાં વિના રાહુલ પર પ્રહાર
"આ સદનમાં એક નેતા છે જે 13 વખત લૉન્ચ કરાયા છે અને દરવખતે તેમની લૉન્ચિંગ ફેઈલ ગઈ છે. તે બુંદેલખંડની બહેન કલાવતીનાં ઘરે ભોજન કરવા ગયાં હતાં અને તેમની ગરીબીનો ઉલ્લેખ આ સદનમાં થયો હતો. તેમની સરકાર 6 વર્ષો ચાલી, એ કલાવતીને શું ઘર, વીજળી કે અનાજ કોંગ્રેસે આપ્યાં? અમારી સરકારે કલાવતીને ઘર, વીજળી અને અનાજ આપ્યું.

7. મોદી વેક્સીન
"કોરોના આવ્યો PMએ પક્ષ-વિપક્ષને છોડીને લડાઈ શરૂ કરી. જ્યારે વેક્સીન આવી ત્યારે તેમને લાગ્યું કે દેશ બચી જશે, તો મોદી વેક્સીન-મોદી વેક્સીન બોલવા લાગ્યાં. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ જનતાને કહ્યું કે આ મોદી વેક્સીન છે, ના લેશો પરંતુ જનતાએ મોદી પર વિશ્વાસ દેખાડ્યો અને તમામ ડોઝ પણ લીધાં.  લોકડાઉનનો પણ વિરોધ કરવામાં આવ્યો. વિરોધી પાર્ટીઓ કહેવા લાગી કે લોકડાઉન લાગશે તો ગરીબ જમશે શું. અમે લોકડાઉન પણ લગાવ્યું અને ગરીબને ભૂખ્યાં પણ ન રાખ્યાં. 80 કરોડ લોકોને ફ્રીમાં ઘઉં આપ્યાં.

8. આંતકીઓનો નાશ
આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત થવાનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું કે  UPA સરકારમાં સરહદ પારથી આતંકીઓ ઘૂસતાં હતાં અને જવાનોનાં માંથા કપાઈ જતાં હતાં. અમારા સમયમાં પણ 2 વખત પાકિસ્તાને ઘૂસણખોરી કરી અને બંને વખત અમે તેમના ઘરમાં ઘૂસીને આંતકીઓનો સફાયો કર્યો. 

9. અધીર રંજનનો મજાક બનાવ્યો
ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી વારંવાર કંઈકને કંઈક બોલી રહ્યાં હતાં ત્યારે અમિત શાહે તેમના પર મજાક કરતાં કહ્યું કે અત્યારે તમે નહીં બોલી શકો, નિયમ તમને પણ ખબર જ છે. નિયમ વાંચી લો. તમારી પાર્ટીએ તમારું નામ અને નંબર, બોલનારાઓની લિસ્ટમાં નથી રાખ્યું તો શું વારંવાર ઊભા થઈને વચ્ચે બોલશો. હવે બેસી જાઓ.

10. કાશ્મીર મુદે વાત
જમ્મૂ-કાશ્મીરનાં અનુચ્છેદ 370 હટાવવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ નહેરુંની ભૂલ હતી જેને મોદીએ બરાબર કર્યું છે. કાશ્મીરની અંદરથી 2 ઝંડા, 2 બંધારણને દૂર કરીને તેનો સંપૂર્ણપણે ભારતમાં સમાવેશ કરવાનું કામ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ