બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Amit Shah apologized to the people of Sasaram for not being able to hold the rally

મોટું નિવેદન / 'સાસારામમાં લોકો મરી રહ્યાં છે, નીતિશકુમારને સત્તાની ભૂખે....', બિહાર હિંસા બાદ અમિત શાહના પ્રહાર

Priyakant

Last Updated: 04:03 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે સાસારામના લોકોની માફી માંગી કારણ કે તેમની રેલી ત્યાં થઈ શકી ન હતી. હું જ્યારે આગામી સમયમાં બિહાર આવીશ ત્યારે ચોક્કસ સાસારામ આવીશ: અમિત શાહ

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય બિહાર પ્રવાસે
  • રેલી ન થઈ શકતા અમિત શાહે સાસારામના લોકોની માફી માંગી
  • આગામી સમયમાં બિહાર આવીશ ત્યારે ચોક્કસ સાસારામ આવીશ: અમિત શાહ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના બે દિવસીય બિહાર પ્રવાસે છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમિત શાહે રવિવારે નવાદામાં જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે સાસારામના લોકોની માફી માંગી હતી કારણ કે તેમની રેલી ત્યાં થઈ શકી ન હતી. શાહે કહ્યું કે, હું જ્યારે આગામી સમયમાં બિહાર આવીશ ત્યારે ચોક્કસ સાસારામ આવીશ. અમિત શાહે કહ્યું કે, સાસારામમાં હિંસાને કારણે ત્યાં જઈ શક્યા નથી. પોતાની રેલીમાં અમિત શાહે બિહાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું સાસારામની માફી માંગવા માંગુ છું, પરંતુ સાસારામના લોકોને કહેવા માંગુ છું કે, ટૂંક સમયમાં જ અમે મહાન સમ્રાટ અશોકની યાદમાં સાસારામમાં એક સંમેલન યોજીશું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, સાસારામમાં જલ્દી શાંતિ સ્થપાય. કારણ કે સરકારને કહેવાનો કોઈ અર્થ નથી. મેં રાજ્યપાલ સાથે આ વિશે વાત કરી. હું તેમને કહેવા માંગુ છું કે, હું આ દેશનો ગૃહમંત્રી છું, બિહાર પણ આ દેશનો એક ભાગ છે. જો તમે શાંતિ વ્યવસ્થા સંભાળી ન શક્યા તો અમારે ચિંતા કરવાની જરૂર છે.

લાલુ પ્રસાદ યાદવને ગણાવ્યા જંગલ રાજના પ્રણેતા 
અમિત શાહે લાલુ પ્રસાદ યાદવને જંગલ રાજના પ્રણેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, નીતીશ બાબુ સત્તાની ભૂખે તમને લાલુના ખોળામાં બેસવા માટે મજબૂર કર્યા, પરંતુ અમારી કોઈ મજબૂરી નથી. અમે જનતાની વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ હલ કરીશું. તેમણે કહ્યું કે, મેં આવી સ્વાર્થી સરકાર જોઈ નથી. જેઓ સત્તાના લોભમાં માત્ર પોતાના વિશે જ વિચારે છે.

ન તો તેજસ્વી CM બનશે, ન નીતીશ પીએમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, આજે હું લાલુજીને પણ કહેવા આવ્યો છું, તમે નીતીશ બાબુને જાણો છો, પીએમ તો એ બનવાથી રહ્યા ત્યાં કોઈ જગ્યા ખાલી નથી. દેશની જનતા પીએમ મોદીને ત્રીજી વખત પણ ચૂંટશે. ન તો તેજસ્વી CM બનશે, ન નીતીશ પીએમ. અમિત શાહે કહ્યું કે, બિહાર સરકાર ખરાબ ઈરાદાઓ અને ખરાબ નીતિઓની સરકાર છે. ભ્રષ્ટાચારની B, અરાજકતાની A અને દમનની D... આ ત્રણેયને જોડીને આ સરકાર બની છે અને તેને જડમૂળથી ફેંકી દેવી પડશે.

તમે ઘણી પાર્ટીઓને છેતર્યા
સીએમ નીતિશ કુમાર પર નિશાન સાધતા શાહે કહ્યું કે, 'નીતીશ બાબુ, તમે તમારા જીવનમાં ઘણી પાર્ટીઓ બદલી છે, ઘણા લોકોને છેતર્યા છે, પરંતુ જે યુપીએમાં તમે લાલુ સાથે ગયા હતા તેમણે બિહારને શું આપ્યું?'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ