બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / america nuclear bomb on moon top secret project a119 russia chandrayaan 3

સિક્રેટ પ્લાન / ચંદ્ર પર પરમાણુ બોમ્બ ફોડવા માંગતુ હતું અમેરિકા, રશિયાએ પણ બનાવ્યો હતો પ્લાન, જાણો શું છે ટોપ સિક્રેટ 'A119' પ્રોજેક્ટ

Arohi

Last Updated: 01:01 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nuclear Bomb On Moon: અમેરિકાની આ યોજનાએ રશિયાને પણ આવા જ પ્લાન પર કામ કરવા માટે મજબૂર કર્યું હતું.

  • ચંદ્ર પર પરમાણુ બોમ્બ ફોડવા માંગતુ હતું અમેરિકા
  • રશિયાએ પણ બનાવ્યો હતો પ્લાન
  • જાણો શું છે ટોપ સિક્રેટ 'A119' પ્રોજેક્ટ

સમગ્ર વિશ્વની નજર આજે ભારત પર છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરશે. સોશિયલ મીડિયા પર આ મિશનના પલ પલની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. અમે તમને ચંદ્ર સાથે જોડાયેલા એક એવા પ્રોજેક્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તે પુરો થઈ જાય તો આખી દુનિયા પોતાની આંખોથી ચંદ્ર પર પરમાણુ બોમ્બ ફાટતા જોઈ શકી હોત. આવું મિશન કેમ સફળ ન થયું આવો જાણીએ. 

ચંદ્ર પર પરમાણુ બોમ્બ ફેડવાનું હતું મિશન 
1950ના દશકમાં જ અમેરિકા અને રશિયાની વચ્ચે ચંદ્ર પર સૌથી પહેલા પહોંચવાની હરિફાઈ શરૂ થઈ ગઈ હતી. 1955માં સોવિયત યુનિયને અંતરિક્ષ કાર્યક્રમ શરૂ કર્યો અને 1959 પહેલા માનવ નિર્મિત યાન ચંદ્ર પર લેન્ડ પણ કરી દીધુ. આ બાજુ 1958મા અમેરિકામાં નાસાની સ્થાપના પણ થઈ ચુકી હતી. 

આ વર્ષે અમેરિકાની એરફોર્સે એક ટોપ સીક્રેટ પ્લાન તૈયાર કર્યો. નામ આપ્યું 'અ સ્ટડી ઓપ લૂનર રિસર્ચ ફ્લાઈટ્સ'. જેને પ્રોજેક્ટ 'A119'ના નામથી પણ જાણવામાં આવ્યું. તેનો હેતુ ચંદ્ર પર પરમાણુ બોમ્બ નાખી પ્લેનેટરી એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોજીયોજીના જટિલ રહસ્યોની જાણ મેળવવાનું હતું. 

એક રિપોર્ટ અનુસાર હકીકતે અમેરિકા પોતાના આ અજીબ પ્રોજેક્ટ દ્વારા સોવિયત રશિયાને ડરાવવા માંગતું હતું. એટલે કહી શકાય તે તેના પાછળ અમેરિકાનો મુખ્ય હેતુ શક્તિ પ્રદર્શનનો હતો. અંતરિક્ષના ક્ષેત્રમાં રશિયાથી કંઈક સારૂ કરવાનો હેતું હતું. કદાચ એટલે જ અમેરિકાનો પ્લાન પરમાણુ બોમ્બ ચંદ્રની સપાટી પર પાડવાની યોજના હતી. જેથી ચંદ્ર પર થયેલા પરમાણુ બોમ્બના વિસ્ફોટનો પ્રકાસ પૃથ્વી પર ખાસ કરીને રશિયાથી નરી આંખે જોઈ શકાય. 

દુનિયાને કઈ રીતે ખબર પડ્યું અમેરિકાનું ટોપ સીક્રેટ? 
આવા મોટા પ્રોજેક્ટ એકલા હેન્ડલ નથી કરી શકાતા તેના માટે એક મોટી ટીમ જોઈએ છે. ફેમસ ખગોળ વિજ્ઞાની Carl Sagan પણ પ્રોજેક્ટમાં શામેલ હતા. વર્ષ 1990માં કાર્લ સેગને એક યુનિવર્સિટીમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. જ્યાર બાદ દુનિયાને આ વિશે જાણકારી મળી હતી. અમેરિકાની જેમ જ સોવિયત સંઘ પણ આવી યોજના બનાવી રહ્યું હતું. ચંદ્ર પર પરમાણુ બોમ્બ ફોડવાની. 

અમેરિકી ન્યૂઝ પેપરમાં છપાઈ ગયા સમાચાર 
એક રિપોર્ટ અનુસાર આ સમયમાં અમેરિકી ન્યૂઝ પેપરમાં આ ખબર છપાઈ ગઈ. લખવામાં આવ્યું કે સોવિયત યુનિયન ચંદ્ર પર પરમાણુ બોમ્બ નાખવાની યોજના બનાવી રહ્યું છે. બાદમાં આ બન્નેને અફવાહ જણાવવામાં આવી. પરંતુ આ કથિત અફવાહોના કારણે સોવિયત સંઘ ચંદ્ર પર બોમ્બ નાખવાની યોજના બનાવવા માટે મજબૂર થઈ ગયું. આ યોજનાનું કોડ નેમ 'ઈ ફોર' રાખવામાં આવ્યું હતું જે અમેરિકી પ્રોજેર્ટ A119નું કાર્બન કોપી હતું. 

પ્રોજેક્ટ કેન્સલ કેવી રીતે થયો? 
વર્ષ 1959માં પ્રોજેક્ટ A119ને રદ્દ કરવામાં આવ્યો હતો. અમેરિકી એરફોર્સના અધિકારીઓની તરફથી દલીલ આપવામાં આવી કે ચંદ્ર પર પરમાણુ બોમ્બ પાડવામાં ફાયદા કરતા વધારે જોખમ છે અને બોમ્બ ફોડવાની જગ્યા પર ચંદ્ર પર ઉતરવાથી વધારે ખ્યાતિ મળશે.

જોકે આ પ્રોજેક્ટને લીડ કરી ચુકેલા ભૌતિક વૈજ્ઞાનિક Leonard Reiffelએ વર્ષ 2000માં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ટેક્નીકલ રીતે સંભવ થઈ શકતો હતો અને ચંદ્ર પર જો પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યો હોત તો તે ધરતીથી જોઈ શકાયો હોત. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ