બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / America Boston Doctors performed brain surgery inside the womb

ચમત્કાર / OMG.! વિશ્વમાં પહેલી વાર ગર્ભની અંદર બાળકની બ્રેઇન સર્જરી, મેડિકલ દુનિયામાં જાદુ, જાણો શું છે ગૈલન માલફોર્મેશન

Vaidehi

Last Updated: 04:39 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્ભની અંદર રહેલ બાળકીનાં બ્રેઈનની સર્જરી કરી ઈતિહાસ રચવામાં આવ્યો. જાણો ડોક્ટર્સની આ સફળ કહાની.

  • અમેરિકાનાં બોસ્ટનમાં બની ચોંકાવનારી ઘટના
  • દુનિયામાં પહેલીવખત ગર્ભની અંદર જ બાળકનું ઓપરેશન થયું
  • સફળ બ્રેઈન સર્જરી કરીને બાળકીનો જન્મ પહેલાં જ જીવ બચાવ્યો

અમેરિકાનાં બોસ્ટનમાં ડોક્ટરોએ મેડિકલ હિસ્ટરીમાં મોટો ચમત્કાર નોંધાવ્યો છે. દુનિયામાં પહેલીવાર એવું થયું છે કે ગર્ભની અંદર જ બાળકની સર્જરી કરવામાં આવી હોય. નાની બાળકી ડેનવર કોલમેનને તો ખબર જ નહીં હોય કે તેને ગર્ભની અંદર જ ફરી એકવાર નવું જીવન મળી ગયું છે. 

ગર્ભની અંદર કરી બ્રેઈન સર્જરી
બાળકીને ગેલેન માલફોર્મેશન નામની બીમારી હતી. ડોક્ટરોએ તેનાં બ્રેઈનની સર્જરી ગર્ભમાં જ કરી. ડોક્ટરોએ કહ્યું કે,' આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે બ્રેઈનથી હાર્ટ સુધી બલ્ડ લઈ જતી નસ (ગેલેન નસ) યોગ્યરીતે વિકસિત ન હોય.' આ વર્ષે મે મહિનામાં બાળકીનાં સફળ ઓપરેશનની માહિતી આપવામાં આવી. બાળકીનો જીવ બચાવવા માટે ડોક્ટર્સે પહેલીવખત ગર્ભની અંદર જ બ્રેઈન સર્જરી કરી જે સફળ પણ રહી.

બાળકીનો બચ્યો જીવ
મીડિયા રિપોર્ટ અનુસાર આ નવીન ઓપરેશનથી ડોક્ટર્સે બાળકીનો જીવ બચાવી લીધો . જો ઓપરેશન યોગ્ય સમયે ન કરવામાં આવ્યો હોત તો જન્મ દરમિયાન અથવા જન્મનાં થોડા સમયમાં જ બાળકી મૃત્યુ પામી હોત. ડોક્ટર્સે જણાવ્યું કે જો ઓપરેશન વગર બાળકી પેદા થઈ હોત તો તેનું હદય બંધ પડી શકતું હતું અને તેને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ આવી શકી હોત જેથી તેનું મૃત્યુ થઈ ગયું હોત.

શું હોય છે આ બીમારી?
રિપોર્ટ અનુસાર જ્યારે મહિલાનાં ગર્ભનો 30મો અઠવાડિયો ચાલી રહ્યો હતો ત્યારે ગેલન માલફોર્મેશન નામક આ બીમારીની જાણ ડોક્ટર્સને થઈ. આ એક એવી બીમારી છે જેમાં 11 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં મૃત્યુની આશંકા 30% જેટલી હોય છે. આશરે 60 હજાર બાળકોમાંથી કોઈ એકને આ બીમારી થતી હોય છે. આ બીમારીમાં બ્રેઈનથી હાર્ટ સુધી લોહી પહોંચાડતી નસ વિકસિત હોતી નથી. જેના લીધે હાર્ટમાં બ્લડ જમા થઈ જાય છે અને ખતરનાક હાઈ બ્લડ પ્રેશર બનવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ