બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / AMC takes action in view of China's mysterious disease, alert notice issued in Municipal Corporation run hospital

સાવચેતી / ચીનના રહસ્યમયી રોગને જોતા AMC હરકતમાં, મનપા સંચાલિત હોસ્પિટલમાં અપાઈ એલર્ટ સૂચના, નવા વાયરસના લક્ષણો પણ જણાવ્યા

Vishal Khamar

Last Updated: 07:49 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમમાં ફેલાયેલા વાયરસ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ હોસ્પિટલોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવાની સૂચના આપી છે. જેને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો માટે વોર્ડ બનાવામાં આવ્યો છે.

  • ચીનમાં ફેલાયેલા વાયરસ મામલે AMC આવ્યું હરકતમાં 
  • AMC હોસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના 
  • સિવિલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા - રાકેશ જોશી

 ચીનમાં ફેલાયેલા વાયરસ મામલે AMC એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં AMC  હોસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં જરૂરી હવા, ઓક્સીજન, કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ વેન્ટિલેટર આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. તેમજ કોરોનાં લક્ષ્ણો આમાં જોવા મળી રહ્યા છે. તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો સાથે દર્દીઓ આવે તો સેમ્પલ ઝીનોમ સિકવંસિંગ માટે મોકલવામાં આવશે.

ડૉ.ભાવિન સોલંકી  (આરોગ્ય અધિકારી, AMC અમદાવાદ)

વેન્ટિલેટર આગામી સમય શરૂ કરવામાં આવશેઃ ડૉ.ભાવિન સોલંકી  (આરોગ્ય અધિકારી, AMC અમદાવાદ)
આ બાબતે અમદાવાદ મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગનાં અધિકારી ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે,  હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈનામાં હાલ જે કેસ આવી રહ્યા છે.  તેને અનુસંધાને  કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારની સૂચના મુજબ જે કોઈ આવા સિમટમ્સનાં દર્દી જણાય તો તેને સરકારમાં તાકીદ કરવા માટે તેમજ કોર્પોરેશનની જે તમામ હોસ્પિટલો છે.  તે તમામ હોસ્પિટલમાં જરૂરૂ દવાની સુવિધા, વેન્ટીલેટર તેમજ ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે તે કાર્યરત રહે તેવી સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં આ તમામ સગવડ ઉપબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં આવા કોઈ કેસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ નથી.  તેમજ જે કોઈ પ્રાઈવેટ સેટઅપ છે. અને અન્ય કોઈ આવા કેસ આવશે તો કોર્પોરેશન દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 

સિવિલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા - રાકેશ જોશી (સિવિલ સુપ્રીટેન્ડેન્ટ )
ચીનની બીમારી સામે અમદાવાદ આરોગ્ય વિભાગ સજ્જ છે. સિવિલ હોસ્પિટમાં બાળકો માટે વોર્ડ બનાવાવાય છે. આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ નિવેદન આપ્યું  હતું કે, ચીનની બીમારી ન્યૂમોનિયા પ્રકારનો રોગ છે. સિવિલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા છે. ચીનમાં ફેલાયેલા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છે. તેમજ સિવિલ હોસ્પિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. બાળકોમાં શરદી, ફેફસામાં બળતરા, આકરો તાવ જણાય તો તબીબનો સંપર્ક સાધવો. જરૂર જણાશે તો આઈસોલેશન વોર્ડ પણ શરૂ કરાશે.

રાજ્ય સરકારના આદેશ બાદ SSG હોસ્પિટલનુ તંત્ર સજ્જ બન્યું
ચીનમાં ફેલાયેલા બાળકોમાં વાયરસને લઈ તંત્ર એલર્ટ છે. બાળકોમાં ન્યુમોનિયા રોગને લઈ તંત્ર પણ સતર્ક બન્યું છે.  રાજ્ય સરકારનાં આદેશ બાદ SSG  હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું હતું. વેન્ટિલેર તૈયાર રાખવા સૂચના આપી છે.સંભવિત સ્થિતિને પહોંચી વળવા કવાયત શરૂ કરવામાં આવી છે. વેન્ટિલેરટ સાથે ના બેડ અને વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જરૂરી સામગ્રી અને સ્ટાફનું લીસ્ટ તૈયાર કરી દેવાયું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ