બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / AMC hard at work in property tax collection: Encumbrance registered against six more properties in East Zone

કાર્યવાહી / પ્રોપર્ટી ટેક્સની વસૂલાતમાં AMC આકરા પાણીએઃ પૂર્વ ઝોનમાં વધુ છ મિલકત સામે બોજા નોંધણી કરાઈ, જુઓ કઈ

Priyakant

Last Updated: 05:00 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: વારંવારની નોટિસ બજવણી અને સીલ મારવા છતાં પણ જો ડિફોલ્ટર્સ બાકી ટેક્સ ભરપાઈમાં યોગ્ય પ્રતિસાદ ન આપે તો તેવા ડિફોલ્ટર્સની મિલકત સામે બોજા નોંધણી થઈ રહી છે

  • પ્રોપર્ટી ટેક્સની વસૂલાતમાં AMC એક્શન મોડમાં 
  • પૂર્વ ઝોનમાં વધુ છ મિલકત સામે બોજા નોંધણી કરાઈ
  • 24 મિલકત પર રૂ.1.29 કરોડના બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે બોજા નોંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના પ્રારંભથી જ કડક પગલાં લેવાઈ રહ્યાં છે. અગાઉ માર્ચ એન્ડિંગના દિવસોમાં બાકી પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સની મિલકતોને તાળાં લગાવવામાં આવતાં હતાં, જ્યારે હવે તંત્રની કડક નીતિ હેઠળ ડિફોલ્ટર્સની મિલકતો સામે સીલિંગ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઉપરાંત વારંવારની નોટિસ બજવણી અને સીલ મારવા છતાં પણ જો ડિફોલ્ટર્સ બાકી ટેક્સ ભરપાઈમાં યોગ્ય પ્રતિસાદ ન આપે તો તેવા ડિફોલ્ટર્સની મિલકત સામે બોજા નોંધણી થઈ રહી છે, જે અંતર્ગત પૂર્વ ઝોનમાં વધુ છ મિલકતમાં કલેક્ટરના રેવન્યૂ રેકર્ડમાં બોજા નોંધ કરાઈ છે.

પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા સમયસર પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ન કરનારા કરદાતાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિને આગળ ધપાવાઈ રહી છે. તંત્ર દ્વારા નવા નરોડાના ઉમા કોમ્પ્લેક્સ સામેના ઉમા કન્સ્ટ્રક્શન કો., નવા નરોડાના રઘુવીર એપાર્ટમેન્ટના સેલર-5, નવા નરોડાના કઠવાડા રોડના હરિદર્શન કોમ્પ્લેક્સની મિલકત નંબર-8, નિકોલના દિવ્યાપાર્કમાં પરીખ એગ્રો, નિકોલના પૂજન શોપિંગ મોલ પાસેના પૂજન ડેવલપર્સ, નિકોલની ન્યૂ ઈન્ડિયા કોલોનીના સુકેતુ કોમ્પ્લેક્સની બાજુના ત્રીજા માળે મિલકત નં.7ના કબજેદાર સાગર ડેવલપર્સનો તંત્રના ચોપડે પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી.

File Photo

આ પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ રૂ.98,521થી રૂ.7,45,022 સુધીની છે, જોકે આ તમામ મિલકતધારકોને વારંવાર નોટિસ આપવા તેમજ સીલ મારવા છતાં પણ બાકી ટેક્સની ભરપાઈ કરાઈ નથી, જેના કારણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોજા નોંધાવવાનો હુકમ કરાયો છે.તંત્ર દ્વારા આ તમામ છ મિલકત પર રેવન્યૂ રેકર્ડમાં બોજો દાખલ કરાયો છે. જો મિલકતનો ટેક્સ ભરાશે  તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનઓસી અપાશે અને નહીં ભરાય તો રેવન્યૂ રેકર્ડમાં પાકી નોંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ઝોનમાં વધુ 6 મિલકત સહિત કુલ 24 મિલકત પર કલેક્ટરના રેકર્ડમાં બોજા નોંધ થઈ ચૂકી છે. આ તમામ મિલકતના રૂ.1.29 કરોડના બાકી વેરાની વસૂલાત માટે તંત્રએ આકરાં પગલાં લીધાં છે. શહેરના તમામ સાત ઝોન પૈકી એકમાત્ર પૂર્વ ઝોનમાં ડિફોલ્ટર્સ સામે બોજા નોંધ કરવા જેવી કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ