બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / AMC action against 14 vehicles including 6 four wheelers for illegal parking

કાર્યવાહી / અમદાવાદીઓ ધ્યાન રાખજો, આડેઘડ પાર્કિંગ કર્યું તો પાવતી ફાટશે, 6 ફોર વ્હીલર સહિત 14 વાહનને AMCએ તાળાં માર્યાં

Kishor

Last Updated: 11:15 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રોડ પર પાર્કિંગના મામલે છ ફોર વ્હીલર સહિત કુલ ૧૪ વાહન સામે આકરાં પગલાં લેવાતા બેદરકાર વાહનચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે.

  • અમદાવાદમાં રોડ પર પાર્કિંગના મામલે કાર્યવાહી
  •  છ ફોર વ્હીલર સહિત ૧૪ વાહનને AMCએ તાળાં માર્યાં
  • પાર્કિંગમાં બેદરકાર વાહનચાલકોમાં ભારે ગભરાટ

જાહેર રોડ અને ફૂટપાથ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે ફોર વ્હીલર સહિતનાં વાહનો પાર્ક કરનારા નાગરિકો સામે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા સતત દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે. આવાં વાહનને તંત્ર તાળાં મારીને જે તે વાહનચાલક પાસેથી આકરો વહીવટીચાર્જ વસૂલે છે. ગઈ કાલે છ ફોર વ્હીલર સહિત કુલ ૧૪ વાહન સામે આકરાં પગલાં લેવાતાં પાર્કિંગમાં બેદરકાર વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

અમદાવાદીઓ હવે ગંદકી કરશે તો ઈ રીક્ષા આવી કરશે કાર્યવાહી | Joint Enforcement  Teams Amdavad Municipal Corporation and city's policemen


વાહનચાલકો સામે ઝુંબેશ
દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગઈ કાલે વેજલપુર વોર્ડ અને જોધપુર વોર્ડમાં આવેલા પ્રહ્લાદનગર ગાર્ડન ચાર રસ્તાથી હરણ સર્કલ થઈ આનંદનગર ચાર રસ્તા થઈ શ્યામલ ચાર રસ્તા સુધીના જાહેર રોડ અને ફૂટપાથ પર ટ્રાફિકને અવરોધરૂપ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે ઝુંબેશ હાથ ધરાઈ હતી, જે હેઠળ છ ફોર વ્હીલરને તાળાં મારીને તંત્રે રૂ. ૩૮૦૦નો દંડ વસૂલ્યો હતો. ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ એસ્ટેટ વિભાગે રોડ અને ફૂટપાથ પર ટ્રાફિકને નડતર બનેલાં આઠ વાહનોને લોક માર્યાં હતાં. ત્યાર બાદ જે તે વાહનચાલક પાસેથી રૂ. ચાર હજાર દંડ પેટે વસૂલ્યા હતા.

પ્રોપર્ટી ટેક્સ રિકવરી મામલે શહેરના 7 ઝોનમાં AMCની કડક કાર્યવાહી, 4564  મિલકત સીલ, આટલા કરોડની આવક | Strict action of AMC in 7 zones of the city in  the matter of property

પ્રેમચંદનગર ચાર રસ્તા સુધીનાં દબાણ હટાવાયાં
જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થલતેજ વોર્ડ, ચાંદલોડિયા વોર્ડ, બોડકદેવ વોર્ડ, ઘાટલોડિયા વોર્ડ, ગોતા વોર્ડમાં ઠેર ઠેર રોડ પરનાં દબાણ દૂર કરાયાં હતાં. તંત્રે નવ લારી, એક  ડેડ વિહિકલ, ૧૦૫ બોર્ડ-બેનર તેમજ ૧૪૮ પરચૂરણ માલસામાન જપ્ત કરીને કુલ રૂ. ૬૩,૫૦૦નો દંડ વસૂલ્યો હતો. બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલથી પ્રેમચંદનગર ચાર રસ્તા સુધીનાં દબાણ હટાવાયાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ