બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Ambalal rain forecast early, weather late, Dhirendra Shastri and Vashikaran Val Dhakho? Rahul Gandhi praised PM Modi

સમાચાર સુપરફાસ્ટ / અંબાલાલની વરસાદની આગાહી વહેલી, હવામાનની મોડી, ધીરેન્દ્ર શાસ્ત્રી અને વશીકરણ વાળો ડખો છે શું? રાહુલ ગાંધીએ PM મોદીના કર્યા વખાણ

Vishal Khamar

Last Updated: 12:18 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ખાતે યોજાયેલ ધીરેન્દ્ર શાસ્ત્રીનાં ભવ્ય દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી પર લોકોને હિપ્નોટાઈઝ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો રાજ્યમાં આગામી સમયમાં વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે. હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને ગંભીર દુર્ઘટના સર્જાતા 50 લોકોનાં મોત નિપજ્યા હતા.

રાજ્યમાં એકબાદ એક ચોંકાવનારી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. નવસારીમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.જ્યારે અરવલ્લીમાં પણ યુવતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંઘીને આપઘાત કર્યો છે.તે સાથે જ રાજકોટમાં પોતાની માતા એ પોતાના 2 બાળકોની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. તેવી રીતે દાહોદમાં પણ સગા બાપે પોતાના પુત્રની અને પુત્રીના હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ બાગેશ્વર ધામનો મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં લેખિત અરજી મોકલવામાં આવી છે. રાજકોટનાં હેમલ વિઠ્ઠલાણીએ પોલીસ કમિશ્નરને અરજી કરી છે. જે અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જામનગરનાં શ્રદ્ધાળુને મંદિર નિર્માણ માટે ફાળો આપવાનું કહી હિપ્નોટાઈઝ કરી રૂ.13 હજાર પડાવ્યાનો આરોપ લગાવવામાં આપ્યો છે. તેમજ ફાળો ઉઘરાવવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી હિપ્નોટાઈઝ કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.  

ગુજરાતની ઓળખ અને ગૌરવ કહી શકાય એવી ગુજરાત વિદ્યાપીઠ છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અનેક નિર્ણયોને લઇને ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. તેવામાં આવો જ એક આશ્ચર્યજનક નિર્ણય લેવાતા ફરી ચર્ચામાં આવી છે. આ વખતે ગુજરાત વિદ્યાપીઠમાંથી 120 કરતાં વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. આ એવા કર્મચારીઓ છે જેઓ સંસ્થા સાથે છેલ્લા 20-25 વર્ષથી જોડાયેલા છે. ત્યારે અચાનક તેઓને છૂટા કરી દેવાતા ભારે ચર્ચા જાગી છે. તો બીજી બાજુ વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ મીડિયાથી વાત કરવાથી ભાગી રહ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગંભીર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે દેશમાં કેરળ-કર્ણાટકમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદ વરસશે. જ્યારે ગુજરાતમાં 3થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. હજુ થોડા દિવસ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગરમી જ પડશે. અને 4 થી 10 જૂન સુધીમાં ચોમાસુ નિયમિત આગળ વધશે. અત્યારનો  વરસાદ અરબ સાગરના ભેજ અને પવનના કારણે થશે.જ્યારે અરબ સાગરમાં 3થી 7 જૂન સુધીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અને જો ચક્રવાત સર્જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 16 જૂન સુધીમાં વરસાદ વરસે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા. 

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બે રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કરાયું હતું. વડોદરામાં નેશનલ હાઈવે પર અન્ય સુધારકાર્ય અને નવી પરિયોજનાઓની જાહેરાત કરી હતી. વડોદરાની હદમાં આવતા નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા માટે અને છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રીએ મંજૂરી આપી છે.

આજના માહમારીના યુગમાં બીમારીઓ ફેલાવાનું સૌથી મોટું કારણ ભેળસેળ યુક્ત ખોરાક અને ફાસ્ટ ફૂડ છે. બજારમાં મળતા બિનઆરોગ્યપ્રદ વાનગીઓને લીધે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યાં છે. જો કે બજારમાં મળતી ખાણી-પીણી લોકોના સ્વાસ્થ્યને નુકશાનકારક છે કે કેમ તે તપાસ કરવા માટે ફૂડ વિભાગ છાશવારે દરોડા પાડી બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓને સ્થળ પર જ નાશ કરે છે અથવા તેને ચેકિંગ અર્થે મોકલી જેતે દૂકાન કે રેસ્ટોરન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરે છે. ત્યારે રાજકોટ અને અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન નામાંકિત કંપનીઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ આવી હતી.

ગીર સોમનાથમાં ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ મામલે સાંસદ રાજેશ ચુડાસમાના પિતાએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે આજે કોર્ટે  સાંસદ રાજેશ ચુડાસમાના પિતાના આગોતરા જામીન ફગાવ્યા હતા. ત્યારે વેરાવળ સેશન્સ કોર્ટે નારણ ચુડાસમાની અરજી ફગાવી હતી. ગઈકાલે આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જે મામલે આજે વેરાવળ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ર્ડા. ચગના આપઘાત મુદ્દે સાંસદ અને તેના પિતા પર આરોપ લાગ્યા છે.

પાટણમાં હિન્દુ ધર્મમાં ફરી ગાબડું પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. વાત જાણે એમ છે કે, પાટણ જિલ્લામાં ધર્મ પરિવર્તન અટકવાનું નામ નથી લઈ રહ્યું. વિગતો મુજબ તાજેતરમાં સરસ્વતી તાલુકાનાં લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં 6 જેટલા ગામના 40 થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે પાટણ કલેક્ટરે આ લોકોને જવાબ માટે બોલાવ્યા ત્યારે આ લોકોએ પોતાનો જવાબ પણ રજૂ કર્યો હતો. 

બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં કથિત કૌભાંડની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ખેતીવાડી મદદનીશ અને ખેતી અધિકારીની પરીક્ષામાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યા હડકંપ મચી ગયો છે. ઓનલાઈન યોજાયેલી આ પરીક્ષામાં 22 લાખ ખર્ચી સેટિંગબાજ ઉમેદવારો પાસ થયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં 22 લાખનું સેટિંગ થયું હોવાની વાતચીત સામે આવતા સમગ્ર કેસમાં તપાસ થાય તે માટે અરજદાર દ્વારા અરજી કરાઈ છે. 

રાજકોટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં હત્યા અને બાદમાં આત્મહત્યાની ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ રાજકોટમાં એક જનેતાએ પહેલા પોતાના બાળકોની હત્યા કર્યા બાદ પોતે પાણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરકંકાસને કારણે પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ ઘટનામાં 50 લોકોના મોત થયા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઓડિશાના મુખ્ય સચિવે કહ્યું છે કે લગભગ 50 એમ્બ્યુલન્સને માહિતી આપી છે પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ખડકી દેવામાં આવી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના આંકડા સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 50 લોકોના મોત થયા છે અને 350થી વધુ લોકો ઘાયલ થયા છે.

મણિપુરમાં ગયા મહિને શરૂ થયેલી હિંસા ઓછી થતી જોવા મળી રહી છે. છેલ્લા 20 કલાકથી હિંસાની કોઈ ઘટના સામે આવી નથી. આજે ઇમ્ફાલ પૂર્વ, વિષ્ણુપુર સહિતના હિંસા પ્રભાવિત જિલ્લાઓમાં 8 થી 12 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. ચુરાચંદપુરમાં 10 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. તામેંગલોંગ, નોની, સેનાપતિ, ઉખરુલ, કામજોંગમાં કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ બાદ મણિપુરના અલગ-અલગ સ્થળોએથી 140 હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા હતા. મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે. ત્યારે હવે ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મણિપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર એક દિવસ બાદ જ જોવા મળી હતી. શુક્રવારે રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ 140થી વધુ હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે. શાહે ગુરુવારે અપીલ કરી હતી કે લોકોએ તેમના હથિયારો સુરક્ષા દળો અને વહીવટીતંત્રને સોંપવા જોઈએ. જો કે તેમણે ચેતવણી પણ આપી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં સર્ચ શરૂ કરવામાં આવશે. જો કોઈની પાસે કોઈ હથિયાર હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લા થોડા દિવસોથી એક મુદ્દો ચાલી રહ્યો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દો ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો છે અને બંને વચ્ચેનો આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે હાલ બૃજભૂષણ શરણ સિંહ પર વધુ એક નવો આરોપ લગાવવામાં આવ્યો છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પર છે અને ત્યાં અલગ અલગ કાર્યક્રમોમાં જઈને ભાજપના નેતૃત્વ વાળી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એવામાં હવે રાહુલે મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી હતી. જો કે હવે આ અંગે ભાજપે રાહુલ પર વળતો પ્રહાર કર્યો છે. જણાવી દઈએ કે બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું કે, મુસ્લિમ લીગ પાર્ટી જે દેશના ભાગલા માટે જવાબદાર છે તે રાહુલ ગાંધીના મતે સેક્યુલર પાર્ટી છે. માલવિયાએ કહ્યું કે વાયનાડમાં સ્વીકાર્યતા જાળવી રાખવા માટે આ તેમની મજબૂરી છે.  


મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે મહારાષ્ટ્ર બીજેપી ફરી MADHAV ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ કારણે પાર્ટી મુખ્યત્વે માલી, ધનગર અને વણજારી (બનજારા) સમુદાયના OBC વર્ગને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાનું પગલું એ જ વ્યૂહરચનાનો એક ભાગ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ