બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / amarnath yatra morbi halwad 4 youths and vadodara lawyers are safe

દુર્ઘટના / અમરનાથ યાત્રાએ ગયેલા હળવદના 4 યુવકો સહી સલામત, વડોદરાના વકીલો પણ હેમખેમ, પરિવારજનોને રાહત

Dhruv

Last Updated: 08:51 AM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટનામાં ફસાયેલા મોરબીના હળવદના 4 યુવકો અને વડોદરાના વકીલોને રેસ્ક્યુ દરમ્યાન સહી સલામત રીતે બચાવી લેવાયા છે.

  • અમરનાથ યાત્રા દરમ્યાન ઘટેલી દુર્ઘટનામાં હળવદના 4 યુવાનો હેમખેમ
  • વડોદરાના વકીલોનું પણ રેસ્કયુ કરી સલામત ટેન્ટમાં ખસેડાયા હતા
  • અમરનાથ યાત્રા દરમ્યાન ઘટી હતી વાદળ ફાટવાની ઘટના

અમરનાથ યાત્રા (Amarnath yatra) દરમ્યાન વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં મોરબી (Morbi) જિલ્લાના હળવદના ચાર યુવાનો અમરનાથની યાત્રાએ ગયા બાદ ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બાદ સર્પક વિહોણા બની ગયા હતા. ચારેય યુવાનો લાપતા બની જતા હળવદ રહેતા તેમના પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, પરિવારજનોએ સતત સંપર્ક ચાલુ રાખતા તેમની મહેનત ફળી હતી. આ ચારેય યુવાનો અમરનાથમાં હેમખેમ હોવાના સગડ મળતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હાલ વહીવટી તંત્ર દ્વારા શામજીભાઈ ભરવાડ, પ્રવીણ ભદ્રેશિયા, પ્રવીણભાઈ કુરિયા અને નયનભાઈ બાબરીયાને હેમખેમ પરત લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

યાત્રા દરમ્યાન હળવદના 4 યુવાનો થયા હતા સંપર્ક વિહોણ

હળવદના 4 યુવાનો અમરનાથ યાત્રા માટે ગયા હોવાનું અને ફસાયા હોવાના અને સંપર્ક વિહોણા થયા હોવાના સમાચાર ફરતા થયા હતા. જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મિત્રો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું તો કલાકો બાદ ખુદ આ બાળકોએ જ પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું અને આર્મી બેઝ કેમ્પમાં જવા રવાના થયા હોવાનું અને પરિવારજનોને ચિંતા ન કરવા જણાવ્યું હતું.

યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના કેમ્પમાં પહોંચ્યા હતા અને અન્ય ત્રણ યુવાનો પણ ટૂંક સમયમાં સેનાના કેમ્પમાં પહોંચશે. આ ચારેય જણા સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થતા તંત્ર તેમજ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરાના વકીલો પણ અમરનાથ યાત્રામાં ફસાયા હતા

અમરનાથ યાત્રામાં વડોદરાના વકીલો પણ ફસાયા હતા. વાદળ ફાટતાં સર્જાયેલી સ્થિતિમાં 12 હજાર ફૂટની ઊંચાઈએ વકીલોનું ગ્રુપ પહોચ્યું હતું. વકીલોને રેસ્કયુ કરીને સલામત ટેન્ટમાં ખસેડાયા હતા. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી નેહલ સુતરીયા, પૂર્વ લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામ પટેલ, સિનિયર વકિલ જગદીશભાઈ રામાણી અને પ્રણવ જોશીનું પણ રેસ્ક્યુ કરાયું હતું. મગન ઠાકરા, જયેશ ઠક્કર અને જયેશ રામાણી પણ અમરનાથ ગયા હતા.

અમરનાથ યાત્રા (Amarnath yatra) દરમિાન વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં મોરબી (Morbi) જિલ્લાના હળવદ(Halvad)ના ચાર યુવકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ 4 પૈકી એક યુવક હાલમાં આર્મી કેમ્પમાં પહોંચ્યો છે અને બાકીના ત્રણ યુવકો પણ આર્મી કેમ્પમાં પહોંચવાની તૈયારીમાં હોવાની માહિતી મોરબી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. આ ચાર યુવકોના નામ શામજીભાઈ વશરામભાઈ ભરવાડ, પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા, પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા અને નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા જણાવવામાં આવ્યા છે. યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના કેમ્પમાં પહોંચ્યા હતા અને અન્ય ત્રણ યુવાનો પણ ટૂંક સમયમાં સેનાના કેમ્પમાં પહોંચશે. આ ચારેય જણા સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થતા તંત્ર તેમજ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

જામનગરનું દંપતિ પણ ફસાયું હતું

જામનગરના અમરનાથ યાત્રા ગયેલા દંપતિ ફસાયા હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા હતા. જો કે આ દંપતિએ પણ સલામત સ્થળે આશ્રય મેળવી લીધો છે. દંપતિ અમરનાથના દર્શન કરે તે પહેલા વરસાદ વિઘ્ન બન્યો હતો. જામનગરના દિપક વિઠ્ઠલાણી અને જાગૃતિ વિઠ્ઠલાણી અમરનાથથી 3 કિમીના અંતરે સલામત સ્થળે આશ્રય મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમરનાથ ગુફા પાસે શુક્રવારના રોજ સાંજે વાદળ ફાટ્યું હતું. મળતી જાણકારી મુજબ આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક મળતી જાણકારી મુજબ જ્યારે આ ઘટના ઘટી ત્યારે લગભગ 12 હજાર યાત્રીઓ સ્થળ પર હાજર હતા. અમરનાથ ગુફાથી લગભગ બે કિલોમીટર દૂર આ ઘટના બની હતી. લગભગ સાંજના 5:30 વાગ્યે અમરનાથની ગુફાની નજીક વાદળ ફાટ્યું હતું. જો કે, તુરંત સ્થળ પર NDRF, SDRF અને તમામ સંબંધિત એજન્સીઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ