બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Allocation of Rs.1646 crores by CM for the development of 3 manapas of the state

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય: 3 મનપાના વિકાસ માટે 1646 કરોડ મંજૂર કર્યા, કુલ 414 કામો થશે, જાણો ક્યાં અને કયા

Malay

Last Updated: 03:10 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યની 3 મહાનગરપાલિકાઓને શહેરી સડક અને આંતરમાળખાકીય સુવિધા વિકાસના તથા આગવી ઓળખના કામો મળી કુલ-414 કામો માટે 1646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

 

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 414 કામોની આપી મંજૂરી 
  • ત્રણ મનપાને રૂ.1646 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી
  • 1,646 કરોડની ગ્રાન્ટથી વિવિધ વિકાસના કામો કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે કુલ 1646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ 2023-24ના વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે રૂ.184.09 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.

શહેરી વિકાસને લઈ CM ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો પટારો, 41.80 કરોડ રૂપિયા  ફાળવ્યા, વિકાસના આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી | CM Bhupendra Patel opens road  for urban development ...

સુરત મહાનગરપાલિકાના આટલા કામોને મંજૂરી
સુરત મહાનગરપાલિકા દ્વારા 2023-24ના વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 101, સામાજિક આંતર માળખાકીય સુવિધાના 78, અર્બન મોબિલિટીના 21 અને આગવી ઓળખના બે એમ 202 કામો માટે રૂપિયા 1029.55 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.

જામનગરને રૂ. 432 કરોડ અપાશે
જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી 70.31 કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક - માર્ગોના 25 કામો માટે ફાળવવા અંગે કરી હતી. આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને 138 કામો માટે રૂ.348.20 કરોડની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલું જ નહીં, જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્‍વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોઠા- ભૂજીયા કોઠા- ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે 13 કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી. જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્‍ડ કન્‍ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ રૂ.1.25 કરોડની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા આગવી ઓળખના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને રૂ. 14.25 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના પ્રવાસે, મનપામાં બેઠક ઉપરાંત વિવિધ વિકાસના  કાર્યોનું કરશે લોકાર્પણ | cm bhupendra patel is in rajkot today


સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને તેના કારણે ઉપસ્થિત થયેલા પડકારોને પહોંચી વળવા રાજ્યની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2009માં શરૂ કરાવેલી યોજના છે. આ યોજનામાં મુખ્યત્વે રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો, હોસ્પિટલ, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા, રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, રિંગરોડ, ફ્લાય ઓવર બ્રિજ, હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ, સીટી બ્યુટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિકાસ કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલની મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર 2021થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ.2689 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. 1008.18 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ.348.83 કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ - મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને ત્વરાએ મંજૂરી આપવાનો અભિગમ અપનાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ