બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Allegation that midday meal scheme is not implemented properly

વિલંબ / મધ્યાહન ભોજનમાં લાલિયાવાડી, છેલ્લા 2 મહિનાથી કઠોળની ફાળવણી ન થયાની ફરિયાદ, શિક્ષણમંત્રીને રજૂઆત

Dinesh

Last Updated: 07:41 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના યોગ્ય રીતે લાગુ ન થતી હોવાનો દાવો, રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે કે, છેલ્લા બે માસથી મધ્યાહન ભોજન માટે કઠોળ ફળવાયું નથી.

  • મધ્યાહન ભોજન યોજના યોગ્ય રીતે લાગુ ન થતી હોવાનો દાવો
  • ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળનો શિક્ષણમંત્રીને પત્ર
  • "છેલ્લા બે માસથી મધ્યાહન ભોજન માટે કઠોળ નથી ફાળવાયું"


ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના યોગ્ય રીતે લાગુ ન થતી હોવાનો દાવો સામે આવ્યો છે. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે સમગ્ર બાબતે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. છેલ્લા બે માસથી મધ્યાહન ભોજન માટે કઠોળ ફળવાયું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. 

 મધ્યાહન ભોજન યોજના યોગ્ય રીતે લાગુ ન થતી હોવાનો દાવો
રાજ્યના મધ્યાહન ભોજન કર્મચારી મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી કેટલાક આક્ષેપ કર્યો છે. રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજનામાં કઠોળ ન ફાળવતા હોવાની તેમજ મધ્યાહન ભોજનના કર્મચારીઓનું આર્થિક શોષણ થતા પણ રજૂઆત કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, કુક કમ હેલ્પરને પણ આપવાપાત્ર 2500નું વેતન અપાતું નથી અને સંચાલકને પેશગીની રકમ પણ નિયમિત રીતે નથી અપાતી તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે કુકિંગ કોસ્ટમાં વધારો કરી આપવા માગ કરાઈ છે. તેમણે પત્રમાં ઉમેર્યું કે, કેન્દ્રએ કુકિંગ કોસ્ટ વધારી હોવા છતા ગુજરાત સરકાર અમલી કરતું નથી. 

ફાઈલ તસવીર

ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળનો શિક્ષણમંત્રીને પત્ર
તેમણે પત્રમાં લખ્યું કે, કઠોળની ફાળવણી ન થતી હોવાથી મેનુ મુજબ રસોઈ બનતી નથી અને જ્યારે કઠોળનો જથ્થો ફાળવાય છે તે નબળી ગુણવત્તાનો હોય છે. તેમણે જણાવ્યું કે, મધ્યાહન ભોજન કેન્દ્ર ચાલુ રાખવા મળતી રકમ ચુકવવામાં અતિશય વિલંબ થાય છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, કર્મચારીઓને ચુકવાતુ માનદ વેતન 3-4 મહિને ચુકવાય છે. હેલ્પરને 2500 રૂપિયા ચુકવવાનો ઠરાવ થયો પરંતુ 1000 રૂપિયા જ મળે છે અને કુકીંગ કોસ્ટમાં 2 વર્ષથી કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. તેમણે લખ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ દર વર્ષે કુકીંગ કોસ્ટ 7.5 ટકા વધારવાનું નક્કી થયું છે અને કર્મચારીઓને તાલુકામાં આવવા માટે વાહન ભાડુ ચુકવાતું નથી. કેટલાક જિલ્લામાં વિદ્યાર્થીની સંખ્યા મુજબ અનાજનો જથ્થો ફાળવવામાં આવતો નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ