બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Allahabad high court expresses displeasure over people not wearing masks

નિર્દેશ / રસ્તા પર કોઈ માસ્ક વગર દેખાયું તો પોલીસ સામે જ એક્શન લઈશું : આ હાઇકોર્ટે આપી કડક સૂચના

Parth

Last Updated: 03:15 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઈલાહાબાદ હાઇકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

  • રસ્તા પર કોઈ માસ્ક વગર દેખાયું તો પોલીસ સામે જ કાર્યવાહી : હાઇકોર્ટ 
  • 2-3 સપ્તાહ લોકડાઉન પર વિચાર કરે સરકાર : હાઇકોર્ટ 
  • એક વર્ષથી સંક્રમણ, કોઈ સુવિધા વધી નથી : હાઇકોર્ટ 

કોઈ માસ્ક વગર દેખાવવું ના જોઈએ નહીંતર...: હાઇકોર્ટ 

અલાહાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે કડક સૂચના આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ રસ્તા પર માસ્ક વગર દેખાવવું ના જોઈએ નહીં તો કોર્ટ પોલીસ સામે અવમાનનાની કાયર્વાહી કરશે. સરકાર વ્યવસ્થા કરે કે સામાજિક અને ધાર્મિક આયોજનોમાં 50થી વધારે લોકો સામેલ ન થાય. કોર્ટે કહ્યું કે નાઈટ કર્ફ્યૂ કોરોનાને રોકવા માટે નાના પગલાં છે અને આ માત્ર નાઈટ પાર્ટી, નવરાત્રી અને રમઝાનમાં ધાર્મિક ભીડ રોકવા સુધી સીમિત છે. 

ઈલાહાબાદ હાઇકોર્ટે યુપી સરકારને તતડાવી 

કોરોના વાયરસના કારણે દેશભરના જુદા જુદા રાજ્યોમાં અનેક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં વધતાં કોરોના વાયરસને જોતાં ઈલાહાબાદ હાઇકોર્ટે રાજ્યની યોગી સરકારને લોકડાઉન પર વિચાર કરવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે રાજ્યની સરકાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પ્રભાવિત શહેરોમાં 2થી 3 અઠવાડિયાનું પૂર્ણ લોકડાઉન લગાવવા પર વિચાર કરે. સાથે જ હાઇકોર્ટે સરકારને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની યોજના પર તેજી લાવવા તથા મેદાનોમાં કોવિડ કેર ઊભા કરવા માટે નિર્દેશ આપ્યા છે. અદાલતે કહ્યું કે કે જરૂર પડે તો સરકાર વધુ સ્ટાફની તૈનાતી કરી શકે છે. નોંધનીય છે એ આ મુદ્દે હાઇકોર્ટે 19 એપ્રિલના રોજ એફિડેવિટ માંગ્યું છે. 

માણસ હશે તો અર્થતંત્ર ફરી બેઠું થઈ જશે : હાઇકોર્ટ 

કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું કે વિકાસ તો લોકો માટે છે, જો માણસ જ નહીં રહે તો વિકાસનો શું અર્થ? સંક્રમણ ફેલાયું ને એક વર્ષ થઈ ગયું છે પણ સારવાર માટે કોઈ સુવિધા વધારી શકાઈ નથી. જીવન રહેશે તો અર્થવ્યવસ્થા ફરી સારી થઈ જશે. નોંધનીય છે કે હાઇકોર્ટે 19 એપ્રિલે પ્રયાગરાજના ડીએમ અને રાજ્યના CMOને કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ