બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / All vaccinations should be received during the monsoon season to avoid epidemics of distemper

Health / વરસાદની સિઝનમાં બીમાર થતાં નહીં લાગે વાર.! ફટાફટ કરી લો આ કામ, બીમારી 10 ફૂટ રહેશે દૂર

Kishor

Last Updated: 10:41 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની સિઝન દરમિયાન વકરતા જતા રોગચાળાથી બચવા માટે તમામ લોકોએ રસી લેવી જોઈએ. ઉપરાંત ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ.

  • ચોમાસાની સિઝનમાં રોગોનો પ્રમાણમાં વધારો
  • મચ્છરોનો ઉપદ્રવથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા ટાઇફોઇડ સહિતના તાવ અને રોગચાળાનું જોખમ
  • સીઝનલ ફલૂથી બચવા માટે રસી લેવી જરૂરી

ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળો માથું ઉચકતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે સ્વસ્થ રહેવું મુશ્કેલ બની જતું હોય છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા ટાઇફોઇડ સહિતના તાવ અને રોગચાળાનું જોખમ વધતું હોય છે. ત્યારે શરદી, ઉધરસ સહિતના તમામ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ફિટ અને હેલ્ધી રહી શકાય છે.

ઝીણો તાવ હોય તો પણ આવી દવાઓ લેતા હોય તો ચેતી જજો! ICMR એ જાહેર કરી  ગાઈડલાઇન્સ | icmr issues guidelines against use of antibiotics for low  level fever

રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે
આ મામલે દિલ્હી ખાતે આવેલ સર ગંગારામ હોસ્પિટલના હેલ્થ એન્ડ વેલનેસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટ ડો. સોનિયા રાવતે જણાવ્યું હતું કે વરસાદી સીઝનમાં બીમારીઓથી બચવા માટે સૌપ્રથમ મચ્છરથી બચવું જોઈએ અને ખાવા પીવાની બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડની સમસ્યાનું જોખમ તોળાઈ રહે છે. આ ઉપરાંત તમામ લોકોએ ફલૂથી બચવા માટે રસી લેવી જોઈએ. આવી રસી એક વર્ષમા એક વખત ખાસ લગાવવી જોઈએ. જેને લઈને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. આ રસી બદલાતી સીઝનના વાયરસથી બચાવી શકે છે.

રસી લેવાથી બીમારીનું જોખમ 40 થી 60 ટકા જેટલું ઘટાડી શકાય
સોનિયા રાવતે જણાવ્યું કે રસી લેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ રસી લેવાથી બીમારીનું જોખમ 40 થી 60 ટકા જેટલું ઘટાડી શકાય છે. જોકે તે દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. સામાન્ય રીતે રસી ત્રણ વર્ષથી વધુ સમયના દરેક વ્યક્તિ માટે સલામત માનવામાં આવે છે. અમુક રોગોથી પીડિત લોકોને પણ આવી રસી લઈ શકે છે પરંતુ આવા લોકોએ સૌ પ્રથમ તબીબની સલાહ લેવી જરૂરી બને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ