બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / All secrets of Sabarmati Central Jail' buried with Atiq

અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલના તમામ રહસ્યો અતીક સાથે 'દફન'! જેલમાં બેઠાં-બેઠાં UPની ગેંગ કરતો ઓપરેટ

Malay

Last Updated: 04:11 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અહેમદની સાબરમતી જેલમાં કોણે મદદ કરી અને તેના સુધી મોબાઈલ કોણે પહોંચાડ્યો હતો, તે તમામ રહસ્યો અતીકની સાથે દફન થઈ ગયા.

 

  • માફિયા અતીક અહેમદ અને તેના ભાઇની જાહેરમાં હત્યા 
  • અતીકની સાથે સાબરમતી જેલનાં તમામ રહસ્ય દફન થઇ ગયાં
  • જેલમાં તેને મદદ કોણે કરી તે રહસ્ય પણ હવે દફન થઇ ગયું

ઉત્તરપ્રદેશના બાહુબલી માફિયા અતીક અહેમદ અને તેના ભાઇની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. મા‌ફિયા અતીક અહેમદના મોતથી તેના સામ્રાજ્યનો અંત આવી ગયો, પરંતુ એક મોટો સવાલ ઊભો થયો છે કે સાબરમતી જેલમાં તેને મોબાઇલ ફોન સહિતની સુખ-સુવિધા આપનાર માસ્ટરમાઇન્ડ કોણ? અતીકની સાથે સાબરમતી જેલનાં તમામ રહસ્ય દફન થઇ ગયાં છે. સેન્ટ્રલ જેલમાં અતીક અહેમદને ફોનની સુવિધા મળી ના હોત તો કદાચ ઉમેશ પાલની હત્યા થઇ ના હોત કે પછી જીશાન પાસે પાંચ કરોડની ખંડણી પણ મંગાઇ ના હોત.

BIG NEWS : યુપીમાં આતંકનો અંત ! માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની  પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા I Atiq Ahmed shot dead while being taken for  medical checkup in UP, days

જેલમાં બેઠાં બેઠાં યુપીની ગેંગ કરતો ઓપરેટ 
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને થોડા દિવસ પહેલાં યુપી પોલીસ પ્રયાગરાજ લઇ ગઈ હતી, જ્યાં તેની ત્રણ શખ્સોએ હત્યા કરી દીધી છે. અતીક અહેમદના અંતની શરૂઆત ત્યારે જ થઇ ગઇ હતી કે જ્યારે તેણે ઉમેશ પાલની હત્યા કરાવી હતી. અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર થયાના બે દિવસ બાદ તેની પોલીસ જાપ્તા વચ્ચે હત્યા કરવામાં આવી હતી. અતીક અહેમદ રૂપિયાના જોરે સાબરમતી સેન્ટ્રલ જેલથી બેઠાં બેઠાં યુપીની ગેંગ ઓપરેટ કરતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. થોડા દિવસ પહેલાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતની તમામ જેલમાં એકસાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો, જેની પાછળનું કારણ અતીક અહેમદે જેલમાં બેઠાં બેઠાં કરેલાં પરાક્રમો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "અતીક અહમદને ફરી વાર સાબરમતી  જેલમાં લઈ જવામાં આવશે, ઉપલી કોર્ટમાં પિટિશન કરશે #AtiqAhmed #vtvgujarati  #uttarpradesh https://t.co/fkIIFjudQk" / Twitter

અતીક અહેમદે કરાવી હતી ઉમેશ પાલની હત્યા
બસપાના ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગત મહિને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલની હત્યા સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ અતીક અહેમદે કરાવી હતી, જ્યારે છેલ્લાં ચાર વર્ષથી અતીક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે જેલમાં તેને સુવિધા આપનાર કોણ? તે મામલો હવે પોલીસ વિભાગમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 31 ‌ડિસેમ્બર, 2021ના રોજ અતીક અહેમદના પુત્ર અલી અહેમદે બે ડઝનથી વધુ હ‌િથયારધારી સાગરીતોને લઇ પ્રોપર્ટી ડીલર જીશાનના ઘરે હુમલો કરી દીધો હતો. આ હુમલો અતીક અહેમદે જેલમાં બેઠાં બેઠાં કરાવ્યો હતો, જે મામલે ગુનો પણ દાખલ થયો હતો. હાઇ સિક્યો‌રિટી ઝોન ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતીકને મદદ કરનાર કોણ? તે મામલે ગૃહ વિભાગે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ હવે અતીકના મોત બાદ તે તપાસ પર પૂર્ણવિરામ મુકાઈ જશે.
 
2019માં લવાયો હતો અમદાવાદમાં
03 જૂન, 2019ના રોજ અતીક અહેમદને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમદાવાદની જેલમાં લવાયો હતો, જ્યાં તેને હાઈ સિક્યોરિટી ઝોનમાં બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે તેણે જેલમાં બેઠાં બેઠાં અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે વાતચીત કરી હતી અને તે પાકિસ્તાનની આઇએસઆઇ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા સાથે સંપર્કમાં હતો.

ISI અને LET સાથે મારા સીધા સંબંધ, પાકિસ્તાનથી...: મરતા પહેલા પોલીસને શું  બતાવીને ગયો અતિક અહેમદ | Atiq Murder Case-Before the murder, Atiq Ahmed had  admitted his connection with Pakistan

જેલમાં અતીક અહેમદ આઈફોન વાપરતો હતો?
ચાર વર્ષમાં અતીક અહેમદે જેલમાં સુખ-સુવિધાઓ ભોગવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અતીકે જેલમાં રૂપિયાના જોરે પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. ત્યાર બાદ જેલમાં બેઠાં બેઠાં યુપીની ગેંગ ઓપરેટ કરતો હતો. અતીક અહેમદ સેન્ટ્રલ જેલમાં આઇફોન વાપરતો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અતીક અહેમદ આઇફોનનાં તમામ મોડલ વાપરી ચૂક્યો છે, જેલમાંથી તે અબુ સાલેમ તેમજ આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. અતીકના મોત બાદ હવે સાબરમતી જેલમાં તેને મદદ કોણે કરી તે રહસ્ય પણ હવે દફન થઇ ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ