બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Alert in 22 states today: 10 thousand houses damaged in Nagpur

Weather Update / આજે 22 રાજ્યોમાં એલર્ટ: નાગપુરમાં 10 હજાર ઘરોને નુકસાન, જુઓ કયા-કયા વિસ્તારોને મેઘરાજા ધમરોળશે

Priyakant

Last Updated: 08:35 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના, એટલું જ નહીં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા

  • દેશના કેટલાક ભાગોમાં વરસાદી મોસમ હજુ પણ યથાવત
  • ઘણા રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના
  • અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા

Weather Update : દેશના કેટલાક ભાગોમાં વરસાદી મોસમ હજુ પણ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના છે. એટલું જ નહીં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 24મી સપ્ટેમ્બરે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. આજે IMDએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર સહિત અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી ? 
દિલ્હી-NCRમાં શનિવારે વરસાદ બાદ ગરમી અને ભેજથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. મહારાષ્ટ્રના નાગપુરમાં પૂર બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે, જેના કારણે 10 હજાર ઘરોને નુકસાન થયું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીડિતોને વળતરની જાહેરાત કરી છે. IMDએ નાગપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (24 સપ્ટેમ્બર) ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, આંતરિક કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. IMDની આગાહી મુજબ આજે લક્ષદ્વીપ, પશ્ચિમ આસામ, મેઘાલય, દક્ષિણ મધ્યપ્રદેશ, પૂર્વી ગુજરાત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે પૂર્વોત્તર ભારત, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક અથવા બે તીવ્ર વરસાદ પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ