બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Akshaya Tritiya 6 shubh sanyog get maa lakshmi blessings

ધર્મ / અખાત્રીજ 2023 પર બની રહ્યા છે એક બે નહીં 6 શુભ યોગ, જરૂર કરો આ કામ

Manisha Jogi

Last Updated: 03:49 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય તૃતીયાના દિવસે મુહૂર્ત જોયા વગર કોઈપણ સમયે શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે, આ દિવસે શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે.

  • અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત.
  • આ દિવસે એકસાથે 6 શુભ યોગનું નિર્માણ થશે.
  • શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે.

હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની તિથિએ અક્ષય તૃતિયા (અખાત્રીજ) ઊજવવામાં આવે છે. 22 એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે, આ પાવન અવસરે 6 શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અક્ષય તૃતીયા દિવાળી અને ધનતેરસ જેટલી જ શુભ હોય છે. આ દિવસે આભૂષણ તથા અન્ય નવી વસ્તુઓ ખરીદવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. આ પાવન અવસરે 6 શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે, આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ખરીદી કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે અને અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. 

આયુષ્માન યોગ- 21 એપ્રિલના રોજ સવારે 10:59 વાગ્યાથી 22 એપ્રિલના રોજ સવારે 9:25 વાગ્યા સુધી રહેશે.
સૌભાગ્ય યોગ- અક્ષય તૃતીયાના રોજ 22 એપ્રિલના રોજ સવારે 9:25 વાગ્યાથી આગામી દિવસે સવારે 8:21 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં જે પણ કાર્ય કરવામાં આવે છે, તેમાં હંમેશા સફળતા રહે છે. 
ત્રિપુષ્કર યોગ- 22 એપ્રિલના રોજ સવારે 5:49 વાગ્યાથી સવારે 7:49 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં જે કામ કરવામાં આવે છે તેનું 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે. 
સર્વાર્થ સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે. 
રવિ યોગ- અક્ષય તૃતીયાના રોજ રવિ નામક શુભ યોગ બની રહ્યો છે. 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે. 
અમૃત સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ