બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / akshay kumar starrer omg 2 release on august 11 to clash with sunny deol gadar 2 ranbir kapoor animal

મનોરંજન / આવી ગઇ 'OMG-2'ની રિલીઝ તારીખ, આ દિવસે એકસાથે 3 ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

Manisha Jogi

Last Updated: 12:42 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ 23 મેના રોજ ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે હવે આ ફિલ્મ થિએટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે અને રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

  • બોક્સ ઓફિસ પર ઓગસ્ટના બીજા સપ્તાહમાં આ વર્ષે ક્લૈશ જોવા મળ
  • એકસાથે 3 ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે
  • આ તારીખે રિલીઝ થશે OMG 2

બોક્સ ઓફિસ પર ઓગસ્ટના બીજા સપ્તાહમાં આ વર્ષે ક્લૈશ જોવા મળશે. 11 ઓગસ્ટના રોજ સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ રિલીઝ થશે અને તે જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ અને રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થશે. અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ 23 મેના રોજ ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે હવે આ ફિલ્મ થિએટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે અને રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

અક્ષય કુમાર અને ફિલ્મની ટીમે આજે ટ્વિટર પર OMG 2નું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું છે કે, 11 ઓગસ્ટના રોજ થિએટર્સમાં રિલીઝ થશે ફિલ્મ આ પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન શિવના અવતારમાં ડમરૂ વગાડતા જોવા મળી રહ્યા છે. તેમની જટાઓ ખુલેલી છે અને શરીર પર ભસ્મ લગાવેલ છે. 

અક્ષય કુમાર બન્યા ભગવાન શિવ અને અરુણ ગોવિલ બન્યા રામ
OMG માં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણ બન્યા હતા અને પરેશ રાવલે તેમના ભક્તનું પાત્ર ભજવ્યું હતું. OMG 2માં પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી ભૂમિકા ભજવતા જોવા મળશે અને અક્ષય કુમાર ભગવાન શિવના અવતારમાં જોવા મળશે. રામાયણ ફેમ અરુણ ગોવિલ ભગવાન રામના અવતારનું પાત્ર ભજવશે, તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં યામી ગૌતમ પણ એક્ટિંગ કરતી જોવા મળશે. 

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થશે 
રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનિમલ’ 11 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. 11 ઓગસ્ટના રોજ સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ રિલીઝ થશે અને તે જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ પણ રિલીઝ થશે. પહેલી વાર એક જ દિવસે ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે. 

22 વર્ષ પહેલા ફિલ્મ ‘ગદર’ અને ‘લગાન’ એકસાથે રિલીઝ થઈ હતી. 
22 વર્ષ પહેલા ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ અને આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ એકસાથે રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો ભારતીય સિનેમાની આઈકોનિક ફિલ્મ માનવામાં આવે છે. કમાણીની સરખામણીએ ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’એ ‘લગાન’ પાછળ છોડી દીધી હતી. 11 ઓગસ્ટના રોજ આ ત્રણ ફિલ્મોમાંથી કઈ ફિલ્મ સૌથી વધુ કમાણી કરશે, તે જોવું રહ્યું.

અક્ષય કુમારે લીધી સૌથી મોટું જોખમ
છેલ્લા એક વર્ષમાં અક્ષય કુમારની ફિલ્મ કઈ ખાસ જાદુ કરી શકી નથી. જેથી કહી શકાય કે, અક્ષય કુમારે ફિલ્મ ‘ગદર’ સાથે ટક્કર લેવાનું સૌથી મોટું જોખમ લીધું છે. રણબીર કપૂરની હમણાં જે ફિલ્મો રિલીઝ થઈ તે ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો છે. તો બીજી તરફ દર્શકો 22 વર્ષથી સની દેઓલની ફિલ્મ ‘ગદર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ